છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજ એ વાસણા ખાતે મિટિંગ બોલાવી ભાજપના ઉમેદવારોને હરાવવા લીધી શપથ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના વાસણા ખાતે મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજ ભેગા થઈને ભાજપના ઉમેદવારને હરાવવાની શપથ લીધી હતી જય ભવાની સાથે ક્ષત્રિય સમાજના બેન દીકરીનું પરસોતમ રૂપાલા દ્વારા અપમાનને લઈને ક્ષત્રિય સમાજ માં ઠેર ઠેર રોષ જોવા મળેલો છે ક્ષત્રિય સમાજ સાથે સાથે બીજા સમાજ પણ જોડાવા લાગ્યા છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા ભાજપ વિરોધ વોટિંગ કરવા તેમજ બીજા સમાજના લોકો જોડાયા તેમની સાથે રહીને ભાજપ વિરોધ વોટિંગ કરાવવાની શપથ લીધી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ તેમજ જિલ્લાના દરેક ગામના ક્ષત્રિય સમાજ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ખાતે પરસોતમ રૂપાલા ના ભાજપ માંથી ટિકિટ પરત ન ખેંચતા છોટાઉદેપુર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાસણા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થઈને બીજા સમાજને સાથે રાખીને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના ઉમેદવારને હરાવવાની જય ભવાની સાથે શપથ ક્ષત્રિય સમાજ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here