આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા દ્વારા મધ્ય ઉત્તર ઝોન સંગઠનમાં પંચમહાલના ચાર કાર્યકરોની નિયુક્તિ કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની ભલામણને પાર્ટીએ સ્વીકારતાં પંચમહાલના કાર્યકરોમાં ખુશી

ગુજરાતમાં આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા ઝોન, જિલ્લા, તાલુકા અને ગામ (બુથ) લેવલે પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. શિક્ષિત અને નવ યુવાનો પાર્ટીમાં જોડાય રહ્યા છે અને પાર્ટીમાં સંગઠનમાં જવાબદારી લઈને કામ કરવા તૈયાર થાય છે.
પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાને મધ્ય ઉત્તર ઝોન તરીકે આમ આદમી પાર્ટીએ લીધા છે જેના સંગઠનની રચના કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પંચમહાલ જિલ્લામાંથી ઝોન સહ સંગઠન મંત્રી, ઝોન કિસાન પ્રમુખ, ઝોન યુવા પ્રમુખ અને ઝોન લઘુમતી પ્રમુખ ની નિયુક્તિ માટેના નામોની ભલામણ કરવામાં આવી હતી.
જેથી પ્રદેશ સંગઠન મંત્રીશ્રી જયેશભાઈ સંગાડા સાહેબ દ્વારા સૂચવવામાં આવેલા નામોને યોગ્ય રીતે ચેક કરી નિયુક્તિ જાહેર કરવામાં આવી છે.
જેમાં ઝોન સહ સંગઠન મંત્રી તરીકે સંતરોડના રાજેશભાઈ ગાંધી, ઝોન કિસાન મોરચાના પ્રમુખ તરીકે નદીસર ના અરવિંદભાઇ માછી, ઝોન યુવા પ્રમુખ તરીકે ઘોઘંબા તાલુકાના બોરીયા ગામના ભરતભાઈ રાઠવા તેમજ ઝોન લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મહેબુબ બક્કર ની નિયુક્તિ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાંથી ઝોન સંગઠનમાં ચાર કાર્યકરોની નિયુક્તિ થતાં જિલ્લાના સૌ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌ નવ નિયુક્ત ઝોન લેવલના પદાધિકારીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here