છેલ્લા નવ વર્ષથી રાજય બહારનો જેતપુરપાવી પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ અને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જે અંગે શ્રી સંદિપસીંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી આઈ.જી.શેખ સાહેબ, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલ ફરારી કેદીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી કે.કે.પરમાર, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર તથા સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે જેતપુરપાવી પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૩૨/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પોતાના ગામેથી અંગત કામકાજ અર્થે છોટાઉદેપુર તરફ ખાનગી વાહનમાં આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે છોટાઉદેપુર ટાઉન પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે માણસો સાથે ટીમ બનાવી યોગ્ય વાહન ચેકિંગ કરી વાહન ચેકિંગ દરમ્યાન હકિકત વાળો ઈસમ મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1)1 મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
મુકેશભાઈ વજલીયાભાઈ કનેશ (ભીલાલા) રહે.ધયાના તા.કઠીવાડા
જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) રહેવાસી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here