છોટાઉદેપુર : બોડેલી સેવાસદનમાં માત્ર એક જ કીટના કારણે આધાર કાર્ડ માટે લોકો હેરાન પરેશાન… લાંબી કતારો થતા લોકો ધક્કા ખાવા મજબૂર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુરઃ બોડેલી સેવાસદનમાં માત્ર એક જ કીટ ના કારણે આધાર કાર્ડ માટે લોકો હેરાન પરેશાન ધર્મના ધક્કા ખાવા મજબૂર તેમજ બોડેલી ગામ ના સીમાડે આવેલ સેવા સદન જવા આવવા ગરીબ માણસ ને નાણા નો વેરફેર થઈ જાય છે અને બોડેલી આઇ સી ડીએસ વિભાગમાં આધાર કાર્ડ ની કીટ ગાંધીનગર થી એક અઠવાડિયા ઉપરાંત જેટલા સમય થી બંધ કરી દેવામાં આવતાં લોકો ની મુશ્કેલીમાં વધારો હાલમા મામલતદાર ક્ચેરી પાસે એકજ કીટ હોવાથી લોકોને પડતી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે એ પણ વારંવાર ખોટકાઈ જવાનો કારણે મહિલાઓ સહીત લોકો ક્લાકો સુધી લાઇનો ની તારો માં ઉભા રહેવા મજબુર .. અધૂરામાં પૂરું લાઇટ વિઘ્ન બનતા મૂશ્કેલી માં વધારો લોકોની વેદના તંત્ર વહેલી તકે કોઇ ઉકેલ લાવે લોકો ની માગ … ” આધાકાર્ડ માટે લોકો હેરાન પરેશાન પંદર પંદર દિવસ થી ધકા ખાઈ રહ્યાં છે મહિલાઓ ની વેદના ” છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લોકો સેવાસદન ખાતે આધાર કાર્ડ અને આધાર લિંક માટે લોકો આવતા હોય છે . એનું કારણ એક્જ છે . કે સરકારે આધારકાર્ડ દરેક કામમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું છે . અને આધાર કાર્ડ ને લઈ 0 થી લઇ ઉપરની ઉંમરના લોકો આધારકાર્ડ ઢાવવા માટે લોકો આવતા હોય છે . આધાર લિંક કરાવવું પણ એટલું મહત્વનું બની રહ્યું છે અને ફરજિયાત હોવું જરી છે . ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી તાલુકા સેવાસદન ખાતે આધાર કાર્ડ જરરી હોય લોકો સેવાસદન ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે આવતા લોકો ની લાંબી કતારો જોવા મળી હતી ગરીબ લોકો નાના નાના બાળકોને ગામડામાંથી સવારથી જ આવતા હોયછે અને લાઇનો લગાવી ઊભા થઈ જતા હોય છે એનુ કારણ એક જ છે . કે આઇસીડીએસ વિભાગમાં આધારકાર્ડની કીટ ન ગાંધીનગરથી બંધ કરી દેવામાં આવતા હાલમાં મામલતદાર ક્ચેરીમાં એક જ કીટ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે . સવારથી લાઈનને લાગેલા લોકોને વારંવાર આધાર કાર્ડ ઢાવવા ની કીટ અને પ્રિન્ટર વારંવાર ખોટકાઈજતા એ પણ લોકોને સહન કરવાનું વારો આવ્યો છે . સેવા સદન ખાતે એક્જ કીટ ને લઇ લોકો ને પંદર પંદર દિવસ થી ધકા ખાવાનો વારો આવ્યો છે . વધુ મા લોકો એ આક્રોશ વ્યકત કર્યો હતો કે ક્ચેરી ના મળતિયા ઓને સીધા અંદર લઈ એમનું કામ તુરંત કરી દેવામા આવે છે અને ગરીબ નું કોઈ નઈ એટલે ઊભો ઊભો જોયા કરે અને ફરી પાછો સમય પુરો થઈ જાય એટલે સાહેબ ખુરશી પરથી ઉભા થઇ જતા રહે છે . ને ફરી બીજા દિવસે સવારે આજ પરિસ્થિતિ જોવા મળે છે . તો કેટલીક મહિલાઓ નાના નાના બાળકોને ગામડામાંથી લઈને આવતી દરરોજ ભાડું બગાડી ને આવવા છતા કામ ના થતું હોવાથી રોષે ભરાઈ હતી તો તંત્રદ્વારા કોઈ ઉકેલ લાવવા માં આવેતો લોકોને રાહત થાય એમ છે . “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here