ડભોઇ પોલીસ દ્વારા તસ્કર ટોળકીને પકડી પાડવા ધમધમાટ શરૂ કરાયું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગર અને તાલુકામાં ઉપરાછાપરી વીસ દિવસમાં ૩૦ થી ૩૫ જગ્યાએ તાળા તોડતા અને ગતરાત્રે ધારાસભ્યની જનસંપર્ક કાર્યાલય સાથે ચાર થી પાંચ ઘર નું તાળું તોડતા આ બાબત ધારાસભ્ય શૈલેષ મહેતા એ ગંભીર જણાવી એસ.પી સુધીર દેસાઈ નાઓને રજૂઆત કરાઇ હતી.
ધારાસભ્યની રજૂઆતના પગલે એસ.પી સુધીર દેસાઈ એ તપાસ ના આદેશ કરાયા હતા જેના સંદર્ભે જુદી જુદી દસ ટીમો એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની ટીમે પણ ઘટના સ્થળની તપાસ આદરી હતી.
સાથે આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી હતી જ્યારે એસ.પી સુધીર દેસાઈ નાઓએ તપાસના આદેશ કરતા પોલીસ બેડાના ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here