જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન ૨૦૨૨-૨૩નું અનાવરણ કરવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન ૨૦૨૨-૨૩નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, એલડીઓ આરબીઆઈ શ્રી રાજેશ પૈ, નાબાર્ડ ડીડીએમ શ્રી રાજેશ ભોંસલે, એલડીએમ શ્રી એસ. રાવ તેમજ શ્રી આદિત્ય મીણા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના દરેક જિલ્લાના ખેડૂતોને બેંક દ્વારા ક્રેડિટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તે માટે નાબાર્ડ દ્વારા પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. નાબાર્ડ દ્વારા જિલ્લા માટે તૈયાર કરવામાં આવેલા પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન અંગે વાત કરતાં ડી.ડી.એમ શ્રીએ જણાવ્યું હતું કે વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોનાં વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂ. ૧૫૪૫.૦૫ કરોડના બેન્ક ધિરાણનું લક્ષ્ય વિવિધ ક્ષેત્રો માટે રાખવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ. ૧૧૩૬.૩૮ કરોડ (૩૭%), એમ.એસ.એમ.ઈ સેકટર માટે રૂ. ૨૪૯.૨૦ કરોડ, નિકાસ માટે ૨૨૮ કરોડ, શિક્ષણ માટે ૨૧૧ કરોડ, હાઉસિંગ માટે ૯૯૮.૮ કરોડનું આકલન કરવામાં આવ્યું છે. પી.એલ.પી ના આકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેંક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લાની બેંકો દ્વારા ધિરાણના ટાર્ગેટ પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here