છોટાઉદેપુર : બેન્ક દુકાન હોસ્પિટલ સહિત તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી ઘરફોડ ચોરી, લુંટધાડ જેવા ગુના બનતા હોય છે જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગુનાઓ નિવારવા, ગૂનાઓ શોધવા, તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે ડીભગતએ તેમને મળેલી સત્તાની રૂએછોટાઉદેપુર જિલ્લાની નીચેમુજબની જગ્યાએ સીસીટીવીગોઠવવા જાહેરનામું બહાર પાડી હુકમ કર્યો છે. જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો સરકારી તથા ખાનગી બેન્કો, એ ટી.એમ, ખાનગી હોસ્પિટલો, અગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ થિયેટર્સ કોમર્શિયલ સેન્ટ્ર ઉપર સિકયુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી તેમજ જ્ગ્યાઓના પાર્કિંગ ભોંયરૂં, તમામ માળ પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. જેમાં ઇમેજ- કલર, ઇમેજ સેન્સર ૧૩ મિનિમમ, સપોર્ટ TCP/IP And remote monitoring, resoution-600 TVL Minirnum compression-H26/4/MJPEG, System data storage-15 days minimum with back light compensation and night vision capability વાળા સીસીટીવી કેમેરા ગોઠવવા. ૧૦થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ / ગેસ્ટ હાઉસ/ લોજીંગ બોર્ડીંગ ધર્મશાળા અતિથ ગૃહ વિશ્રમ ગૃહ પેટ્રોલ પંપ, બહુમાળી બિલ્ડીંગ, પાવર હાઉસ વિગેરે મળો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવા તથા ઉપર દર્શાવેલ જગ્યામાં પ્રવેશ થતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટરીતે દેખાય તથા ગાડીઓના નંબર પણ સસ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવાની રહેશે. સીસીટીવી કેમેરાનો રેકોર્ડીંગની જાળવણી દિન-૩૦ સુધી સંગ્રહ કરવી. હોટલ/ધર્મશાળા ગેસ્ટ હાઉસ વગેરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here