દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીઓમાંથી કુલ 6 નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ છે. નવરાત્રી અને દશેરા નિમિત્તે ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) દ્વારા મીઠાઇ, માવો, પ્રીપેર્ડ ફુડ, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૧૫ નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ ૨૩૫ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. દશેરાને ધ્યાનમાં રાખીને ફાફડા-જલેબીનું વેચાણ કરતી દુકાનો તેમજ તંબુ વગેરેમાં ચેકિંગ કરીને બેકરી પ્રોડકટસના તેમજ ફાફડા-જલેબીના કુલ ૨૦ નમૂના લઇ તપાસ માટે રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તંત્ર દ્વારા હજુ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કામગીરી ચાલુ રખાશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here