છોટાઉદેપુર જિલ્લા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરીને જતી બોલેરો ગાડી ઝડપી પાડી..

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

જિલ્લા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરીને જતી બોલેરો ગાડી પકડવા જતા ખેપિયાઓએ પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેના જવાબમાં ખેપીઆવો ને રોકવા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આખરે ત્રણ ખેપીયાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા

ગાંધી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બન્યા બેફામ પોલીસે કરીએ તન રાઉન્ડ ફાયરિંગ

પાવીજેતપુર પોલીસ મથકની હદનાં વડાતલાવ ગામના કાચા રસ્તા ઉપર ઈંગ્લીશ દારૂની ખેપ મારવાની બાતમીનાં આધારે વોચ ગોઠવતા છોટાઉદેપુર એલસીબી અને જેતપુરપાવી પોલીસ આજરોજ એક બોલેરો ગાડી ઈંગ્લીશ દારૂ સહિત રૂ. ૮,૦૨,૨૦૦ નો મુદ્દામાલ ઝડપીને જપ્ત કર્યો હતો. જોકે દારૂની ખેપ મારનાર ચાર ઈસમો માંથી એક એક આરોપી નાસી જવામાં સફળ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર પોલીસ મથકની હદમાંથી નંબર વગરની સફેદ મહિન્દ્રા બોલેરો ગાડી ઈંગ્લીશ દારૂ ભરીને છોટાઉદેપુર થી પાવીજેતપુર તરફ જવાની બાતમી છોટાઉદેપર જિલ્લા એલસીબીને મળી હતી એલ સિબી પોલિસે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ ને જાણ કરતાં બાતમી ના આધારે અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી તેજગઢ ખાતે રાયસિંગપુરા જતાં રોડ ઉપર આશરે દસેક વાગ્યાના સુમારે આવતાં તેને ઈશારો કરીને રોકવાનું જણાવતા બોલેરોના ડ્રાયવરે ગાડી ઉભી રાખી ન હતી. જેથી આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને આગળની બીજી ટીમને જાણ કરતાં બીજી ટીમ દ્વારા ટ્રક કોર્ડન કરીને આડશ ઉભી કરી હતી. પરંતુ બોલેરો ગાડીના ડ્રાયવરે ત્યાં પણ ગાડી ઉભી રાખી ન હતી. પરિસ્થિતિ પારખી જઇ પોલીસને ચકમો આપીને બોલરો ચાલકે રંગપુર ચોકડી તરફ દોડાવી અંદર નાં રસ્તા હરખપુર થઇને ખાંડિયાકૂવા ખડકલા થઇને વડાતલાવ તરફ જતા બોલેરો ગાડી રોડની બાજુમાં ઉતરી જતા ડ્રાઈવર અને તેની સાથે બેઠેલ અન્ય એક ઈસમ અને પાયલોટિગ કરતાં બે ઈસમોએ ખુલ્લા ખેતરમાં હમ્મેશ ની જેમ નાસી છૂટયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here