છોટાઉદેપુર : ગેરકાયદેસર લાકડાં ભરીને જતો ટેમ્પો બોડેલી વનવિભાગે ઝડપી પાડયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી રેન્જના આર એફ ઓ અનીલભાઈ રાઠવાની સજાગતાના કારણે કોઈ લાકડાં ચોરીને ફરાર ન થઈ જાય તે માટે વનવિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલીંગ કડક બનાવી દેવામાં આવ્યું છે ત્યારે વનવિભાગની ટીમ બોડેલી રેન્જ સ્ટાફ સાથે સંખેડા તાલુકાના ભાટપુર થી ઈન્દ્રાલ જતાં માગૅ પર બીટ ચેકીંગ દરમ્યાન નાકાબંધી કરતા એક ટેમ્પામાં પંચરાઉ લાકડાં ભરેલો ટેમ્પો ગેરકાયદેસર પંચરાઉ વાહતુક ભરી લઈ જઈ રહ્યો હતો જેથી બોડેલી વનવિભાગની ટીમના સદસ્યોએ ટેમ્પામાંં ભરેલ પંચરાઉ લાકડાંની પાસ પરમીટ માંગતા ચાલકે તેમા અસમથૅતા દશૉવતા વન વિભાગે ભારતીય વન અધિનિયમની કલમ ૪૧(૨) મુજબ અટક કરી હતી ટેમ્પામાંં ભરેલ પંચરાઉ લાકડાંની કિંમત અંદાજીત રૂ.૨૫૦૦૦ની કિંમતના લાકડાં મળી આવ્યા હતા બોડેલી વનવિભાગ દ્વારા મુદામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક શૈલેષ સંજય તડવી,રહે.સંખેડા અને અન્ય બે મજૂરો મળી ત્રણેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગેરકાયદેસર પંચરાઉ લાકડાં ભરેલો ટેમ્પો જબુગામ વનવિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here