નર્મદા જીલ્લાના સીસોદ્રાથી પોઇચા નર્મદા નદીમા થતું ગેરકાયદેસર રેત ખનન ડામવામાં વહિવટી તંત્ર નિષ્ફળ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ખાણખનીજ વિભાગ સહિત રેવન્યુ વિભાગ અને પોલીસની મિલીભગતથી બેફામ ઓવરલોડ રેતી ભરી દોડતા હાઇવા ટ્રકો થી જાહેર માર્ગોને થતું કરોડો નું નુક્સાન

બેફામ ધુળની ડમરીઓ ઉડતા ખેડૂતોના ઉભા પાકને નુક્સાન જતા ટુંક સમયમાં આંદોલન ના ભણકારા

નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકામાં ગેરકાનૂની રેત ખનન રોકવા, ખેડૂતોને થયેલ નુકસાનની ચુકવણી કરવા, તુટેલા રોડ તત્કાળ બનાવવા ની લોક માંગ ઉઠી રહી છે આ બાબતે જીલ્લા ના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સીસોદરા ગામ થી પોઇચા સુધી નાં નર્મદા નદી ના તટ માં હાલ બેફામ ગેરકાયદેસર રીતે રેત ખનન ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા તટમાં જે લીઝ ધારકોને રેતખનન ની પરમિશન આપી છે તેઓ ખુલ્લેઆમ બેરોકટોક પોતાનાં લીઝ નાં પટ્ટા માંથી જ નહિં પરંતુ જ્યાં લીઝ ની પરમિશન પણ નથી તેવી જગ્યાએ થી રેતખનન કરી રહ્યા છે . નર્મદા નદી માં ગેરકાયદેસરના હાઈ પમ્પિંગ સિસ્ટમ લગાડી રેતખનન ચાલી રહ્યા છે.

આ વિસ્તારમાં બેફામ ઓવરલોડ ટ્રક ચાલી રહ્યા છે.‌ ટ્રકમાં ઓવરલોડ રેત ભરવાં વજન કાંટા પર બિનકાયદેસર રેતનો સ્ટોક રાખવામાં આવે છે જ્યાં રેત ભરેલ ટ્રક ની રોયલ્ટી કાઢ્યાં બાદ તેમાં વધારાની રેત નાખી આપવામા આવે છે, ગ્રામ વિસ્તારનાં પ્રધાનમંત્રી સડક યોજના વાળા રોડ પર ઓવરલોડ ૩૯ ટન થી વધુ વજન વાળી રેત ભરેલ ટ્રક અવરજવર કરતાં તમામ રોડ તુટી ગયાં છે જેથી ૨૦-૨૫ ગામોનું જનજીવન પર વિપરીત અસર પડી રહી છે. લોકો અવર જવર કરવા માટે જીવનું જોખમ માની રહયા છે,લોકો માનસિક તણાવમાં છે.

રોયલ્ટી ધારકો અને ટ્રકો ના માલિકો ની મિલીભગત થી સાંજે ૬ વાગ્યા પછી પણ રેત ખનન બેરોકટોક ચાલે છે. ૬ વાગ્યા પછી ગેરકાનૂની રેત ની હેરાફેરી માટે વજન કાંટા પર થી ટ્રક વગર એડવાન્સ માં પહેલા થી રોયલ્ટી કાઢી રાખવામાં આવે છે. જેવી સિસોદરા ગામજનો ની ફરીયાદ છે.ઓવરલોડ રેત ભરેલ ટ્રક ને લીધે સિસોદરા વિસ્તારને જોડતાં તમામ રોડ અતિશય બિસ્માર હાલતમાં છે. સિંગલ રોડ પર બેફામ ઓવરલોડ ટ્રકો ચાલતી હોય લોકો માટે, ખેડૂતો માટે, રાહદારીઓ માટે, વિધાર્થીઓ માટે તમામ રોડ જોખમી બન્યાં છે. આ વિસ્તારમાં કેળાં- શેરડી તથા અન્ય પાક ની ખેતી બેફામ ચાલતી ટ્રક થી પ્રભાવિત થઈ રહી છે. રેત ખનન માટે બેફામ ચાલતી ટ્રકથી ધુળ માટી ઉડી ખેતરોમાં પડતાં ખેડૂતો ના ઉભા પાક ને ભારે નુક્સાન થતાં ખેડૂતો પાયમાલ બન્યાં છે, રેત ખનન થી જે ખેડૂતો ને પાક નું નુકસાન થયું છે જેઓને ગુજરાત સરકાર તત્કાળ સર્વે કરાવી નુકશાની નું વળતર ચુકવે ની માંગ ખેડૂતો માં ઉઠી રહી છે.

નર્મદા જિલ્લા પ્રશાસન સહિત પોલીસ વિભાગ અને ખાસ કરીને ખાન ખનિજ વિભાગ સિસોદરા થી પોઇચા સુધી ચાલતાં ગેરકાનૂની રેતખનન રોકવામાં તદ્દન નિષ્ફળ ગયાં છે. લીઝ ધારકો‌ ખુલ્લેઆમ નિયમો નું ઉલ્લંધન કરી રહ્યા છે.અને તમામ કાયદાઓ ને અભરાઈ એ ચડાવી રહયા છે,
રાજકીય વગ ધરાવનારાં અને સરકારી બાબુઓની મિલીભગત થી રેત માફિયાઓ બેફામ બની રહ્યા છે જેનો ભોગ વિધાર્થીઓ, ખેડૂતો, રાહદારીઓ બની રહ્યા છે જેથી લોક હિતાર્થે પોઇચા થી સિસોદરા સુધી ની તમામ લીઝ બંધ કરવામાં આવે ની જલદ માંગ ઉઠી રહી છે,

જો નર્મદા જીલ્લાના અઘિકારીઓની કક્ષાએ થી ઉચિત કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનોએ જન આંદોલન થકી સહવિનય કાનુન ભંગ કરી ગેરકાનૂની રેતખનન રોકવાની દિશા માં પણ પ્રરામર્શ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here