છોટાઉદેપુર : કુંદનપુરના સિંચાઈ તળાવની પાળોનું સમારકામ કરવા ખેડૂતોની માંગ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ બોડેલી તાલુકાના કુંદનપુર ગામે આવેલ છે.કુંદનપુર સહીત આજુબાજુના ૧૦ નાના મોટા ગામોના ખેડૂતો માટે આ સિંચાઈ તળાવ આશીર્વાદ સમાન છે.વરસાદની સીઝનમાં આ તળાવ ભરાય તો જ આ પંથકના ખેડૂતો રવિ પાક લઇ શકે છે.આ તળાવ ૧૦૦ એકરમાં પથરાયેલું છે.તેની ઊંડાઈ ૧૨ ફૂટ હાલમાં છે.ચોમાસાની સીઝનમાં ૪ દિવસ અનાધાર વરસાદ વરસાવાથી કુંદનપુરનું તળાવ છલોછલ ભરાયું હતું.પરંતુ કુંદનપુર ગામ તરફ તળાવની ફરતે આવેલી માટીની પાળમાં તિરાડ મારફતે પાણી ભારાતા નાનું ગાબડું પડ્યું હતું જેના કારણે નીચાણવાળા ગામોને તાત્કાલિક ખસેડવાની ફરજ પડી હતી.તંત્ર અને ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવી આ ગાબડાને પૂર્યું હતું.હાલ તળાવની પાળોનું સમારકામ હજુ સુધી તંત્ર ઘ્વારા કરવામાં આવ્યું નથી.ખેડૂતોની માંગ ઉઠી છે કે કુંદનપુર તળાવની પાળનું મજબૂતીકરણ કરી તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે.વર્ષો જૂની પાળો ઉપર તળાવની માટી નાખી પાળો મજબૂત બનાવવામાં આવે.જેથી ગયા વર્ષે ચોમાસા દરમિયાન ગાબડું પડતા વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.તે ઘટના ફરી ન ઘટે તે દિશામાં તંત્ર વહેલીતકે તળાવનું સમારકામ કરે તેવી માંગ ખેડૂતોની ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here