છોટાઉદેપુર એલસીબી પોલીસે બોડેલી એસટી ડેપો પર વિદેશી દારૂની 24 નંગ બોટલ સાથે પતિ પત્નીને ઝડપી પાડી રૂ.10680 ની કિંમતનો દારૂ કબજે કર્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર એલસીબી પોલીસે બોડેલી એસટી ડેપો પર વિદેશી દારૂની 24 નંગ બોટલ સાથે પતિ પત્નીને ઝડપી પાડ્યા હતા પોલીસે 10680 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી હકીકતના આધારે બોડેલી એસટી ડેપો આગળ બાજુમાં આવેલ લીમડાના ઝાડ નીચે એક સ્ત્રી તથા એક પુરુષ પોતાની પાસેના થેલામાં વિદેશી દારૂ સાથે ઉભા હોય તે ક્યાંક જવા માટે કોઈ વાહનમાં બેસવા માટે ઊભા રહેલ હોવાની ચોક્કસ બાતમી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ બંનેના કબજામાં બે કાળા થેલામાં એલસીબી પોલીસે તપાસ કરતા થેલામાં વિદેશી દારૂના પ્લાસ્ટિક હોલની છૂટી બોટલો ભરેલ હોય પોલીસે નામ પુછતાં વિજય રમેશ રાઠવા ઉ. વર્ષ 23 રહે. ધંધોડા,તા. છોટાઉદેપુર તેની અંગ જડતી તપાસ કરતા તેના ખિસ્સામાંથી એક મોબાઇલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા તેની પત્ની રમીલા વિજય રાઠવા ઉંમર વર્ષ 20 બંનેના કબજાના થેલામાં વગર પાસ પરમીટે વિદેશી દારૂના પ્લાસ્ટિકના હોલ નંગ 24 જેની કિંમત રૂ. 10680નો મુદ્દામાલ તથા અંગ જડતીના મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 15680 ના મુદ્દામાલ સાથે બંનેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here