બોડેલી શહેરમાં શાકભાજીના ભાવ આસમાને… ગૃહિણીઓના બજેટ ખોરવાયા..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ચોમાસુ પૂરું થવાના આરે છે અને રોજગાર માં મંદિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શાકભાજીના વધારાને લઈને આમ જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે
બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીની અસર દરરોજ વધી રહી છે, હવે લોકોએ શાકભાજી માટે પણ વધારે પૈસા ખર્ચી રહ્યા છે ચોમાસાની ઋતુના માં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે, જેના કારણે રસોડાનું બજેટ બગડી રહ્યું છે. ચોમાસાની સિઝનના દરેક શાકભાજીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગૃહિણીઓના બજેટ ખોરવ્યા છે શાકભાજીના ભાવમાં વધારાને લઈને લોકોને ઘર ચલાવું મુશ્કેલ બની રહ્યું છે એક તો ચોમાસાના સમયમાં ધંધા રોજગાર માં મંદિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શાકભાજીના વધારાને લઈને આમ જનતાને મુશ્કેલી વેચવાનો વારો આવી રહ્યો છે ખાસ કરીને ટામેટા રીંગણા દુધી ગલકા લીંબુ જેવા રોજ જરૂરિયાત શાકભાજીમાં વધારો થતા ગૃહિણીનું બજેટ ખવાય એવું છે
શાકભાજીઓ ની સાથે ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે અને અચાનક ખાસ કરીને ફ્રુટ ની અને ફળો પર પણ મોંઘવારીની માર જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here