છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કિશોરી મેળાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દિકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત સૌ ઉપસ્થિત અધિકારીશ્રી આંગણવાડી ફ્રાફ પરિવાર, દીકરીઓએ સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી

છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી પ્રસંગે “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ આધારિત છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુરતાલુકાના દરબાર હોલમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું અયોજન કરવામાં આવ્યું હતું.
આપ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીએ દીકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે દીકરીઓને સમજ પુરી પાડી હતી. વધુમાં દીકરીઓને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાની જાતે કાળજી લેવા પ્રેરિત કર્યા હતા.
આ વેળાએ મલકાબેન પટેલે જિલ્લાના ભૂલકાઓના પોષણસારમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીથી શાળાની દીકરીઓને વાકેફ કરીને પૂર્વાશક્તિયોજના અંગે માહિતી પુરી પાડી હતી.કિશોરીઓને દર ગુરુવારે આર્યનની ગોળીઓ લેવાની ભલામણ કરી હતી. કિશોરીઓ કુપોષિત હશે તો કુપોષિત બાળકને જન્મ આપશે માટે દીકરીઓએ સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય-રાષ્ટ્ર સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશને વેગવાન બનાવવા માટે કાર્યક્રમમાં સૌ એ સ્વચ્છતાને જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ ભારતીય પોર, ૧૮૧- અભયમ મોબાઈલ એપ્લીકેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આરોગ્ય વિભાગ, રોજ્ગાર વિભાગ, બાળ સુરક્ષા વિભાગ સહિત શિક્ષણ વિભાગની યોજનાકીય માહિતીથી વાકેફ થયા હતા.આ તમામ કચેરીઓની યોજનાઓજેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, વહાલી દીકરી યોજના, સખી વન રોપ સેન્દ્ર, મહિલા સહાયતા કેન્દ્ર, ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વગેરે જેવી મહિલાઓ માટે લાભકારી યોજનાઓ કાયદાઓની છણાવટ કરવામાં આવી હતી. કિશોરી મેલા અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈન કરી પોશણસુધા અને અન્ય મહિલાલક્ષી લાભકારી યોજનાઓનો વધારે ને વધારે લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ માનનીય વડાપ્રધાનના નારીશક્તિને સન્માન આપનારા કાયદો જેમાં વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩% અરક્ષણ આપનારા નારી શક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩ માટે સૌએ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here