પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનું ગૌરવ

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ઈન્ટરકોલેજ ફૂટબોલ ટુર્નામેન્ટ મહારાણી પ્રેમકુમારી કોલેજ દેવગઢ બારીયાની યજમાની હેઠળ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વિનિયન શાખામાં સેમ-5 માં અભ્યાસ કરતા મંગેશ રામસીંગભાઈ રાઠવાની યુનિવર્સિટી નેશનલ ફૂટબોલની ટીમ માટે પસંદગી થયેલ છે. મંગેશે પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને યુનિવર્સીટી નેશનલ ફૂટબૉલની ટીમમાં સારુ પ્રદર્શન કરીને કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here