પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે વખત વિનામૂલ્યે આપવામાં આવતા ગેસ સિલિન્ડર નો બીજો તબક્કો ઓક્ટોબર મહિનાથી શરુ કરવામાં આવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની “પીએનજી એલપીજી સહાય યોજના”ના લાભાર્થીઓને ચાલુ નાણાંકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે કુલ-૨ (બે) ગેસ સીલીન્ડર વિના મૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે હાલની “Extended રાજ્ય PNG/LPG સહાય યોજના” હેઠળ અમલવારી માટે ઠરાવેલ છે.
આયોજનાનો લાભ “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓને પ્રાપ્ત થશે
તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી ઉપરોકત યોજનાઓમાં, જે લાભાર્થીઓના એલ.પી.જી. કનેક્શનઇન્સ્ટોલ (Install) થયેલ છે, તે તમામ લાભાર્થીઓને નિયત શરતોને અધિન નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ-૨(બે) એલપીજી સીલીન્હ “વિનામૂલ્યે આપવામાં આવશે “વિનામૂલ્યે” એલપીજી સીલીન્ડનો લાભમાર્ચ એપ્રિલ ૨૦૨૩ માં આપવામાં આવેલ હતો. વિનામૂલ્યે મળવા પાત્ર રીફીલની વિગત ઓક્ટોબર-ડીસેમ્બર-૨૦૨૩ ૦૧ જે-તે ક્વાર્ટરદીઠ મળનાર “વિનામૂલ” સીલીન્ડરનો લાભ તે પછીના ક્વાર્ટરમાં કેરી ફોરવર્ડ થશે નહીં. ભારત સરકારની પ્રવર્તમાન પધ્ધતિ મુજબ તમામ લાભાર્થીઓ દ્વારા રીકૉલની પુરેપુરી રકમ પ્રથમ ચુકવવાની રહેશે. ત્યારબાદ RSP-Retail Selling Price (છૂટક વેચાણ કિંમત) જેટલી જ રકમ ગ્રાહકના ખાતામાં ઓઇલ માર્કેટીંગ કંપની દ્વારા DBT મારફ્તે વધુમાં વધુ ૩ (ત્રણ) કામકાજના દિવસોમાં જમા કરાવવાની રહેશે.
“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦”ના લાભાર્થીને ભારત સરકાર દ્વારા પ્રતિ રીફીલ રૂ. ૨૦૦/- નીસબસીડી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આથી આ લાભાર્થીના ખાતામાં ભારત રારકારની સબસીડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજીસીલીની રીફીલીંગની કિંમત જેટલી સબસીડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટીંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં DB T મારફત વધુમાં વધુ ત્રણ કામકાજના દિવસોમાં જમા કરાવવામાં અવશે.
રાજ્ય સરકારની “પીએનજી એલપેજી સહાયયોજના”ના લાભાર્થીઓને ભારત સરકાર તરફથી હાલમાં કોઇ સબસીડીની રકમ મળતી ન હોઇ સીલીન્ડર રીફીલની RSP-Retall Selling Price (છૂટક વેચાણ કિંમત) જેટલી પુરેપુરી સબસીડીની રકમનું ચુકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે છોટાઉદેપુર જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here