ચાર વર્ષથી પો.સ્ટે.માં પ્રોહીબિશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ સી બી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એલ સી બી છટાઉદેપુર દ્વાર કદવાલ પો.સ્ટે.મા પ્રોહીબિશનના ગુનાઓ માં છેલ્લા ચાર વર્ષ થી નાસતા આરોપીને ઝડપી પાડ્યો

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી
નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કદવાલ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૩૬/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨) મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉન બસ સ્ટેન્ડ પાસે આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ ઇસમ :-

(૧) નજરુભાઇ ઉર્ફ નજરાભાઇ ઢેડીયાભાઇ રાઠવા ઉ.વ .૪૪ ધંધો ખેતી રહે.બરોજ કાસટ ફળીયા તા.જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here