કાલોલ તાલુકાના વેજલપુર ગામનો ટાવર અંતે જમીનદોસ્ત થતા કહી ખુશી કહી ગમ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગ્રામ પંચાયત સામે આવેલો વર્ષો જૂનો ટાવર તોડવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરતા તેની સામે વ્યાપક વિરોધ વંટોળ જોવા મળેલો ગામના બે સામાજિક કાર્યકરો અતુલભાઈ સોની અને સલીમ ભાઈ કઠીયા દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના અહેવાલ બાદ ગત સપ્તાહે આ ટાવર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ટાવર ૯૦ ટકા જેટલો તોડી પાડવામાં આવ્યો આમ વેજલપુર ગામમાં વર્ષોથી ઊભેલો ટાવર હવે ઈતિહાસ બની જવા પામ્યો હતો. પરંતુ ગામના સામાજિક કાર્યકર સલીમ ભાઈ કઠીયા દ્વારા ગ્રામ પંચાયત પાસે આ ટાવર તોડવા માટે નો કોઈ હુકમ થયો હોય તો તેની નકલ માંગતા પુનઃ આ મામલો ગરમાયો હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોનું એવો સ્પષ્ટ આક્ષેપ છે કે વેજલપુર ગામમાં વર્ષોથી જર્જરીત અને જોખમી મકાનો ગ્રામ પંચાયત દ્વારા ઉતારવાની કાર્યવાહી કરવામાં આવતી નથી અને બીજી તરફ ગામની શોભા ગણાતો અડીખમ ટાવર લારી-ગલ્લા મૂકવા અને દુકાનો બનાવવા માટેના સ્વાર્થ માટે તોડી પાડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here