પંચમહાલ : LCB પોલીસે શહેરા તાલુકાની તાડવા નર્સરીની સામેથી ટ્રકમાં સંતાડીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે લુણાવાડા થી શહેરા થઈ એક ટ્રક નંબર જીજે ૦૩ વાય ૭૮૦૭ માં કેબીનમાં ડ્રાઈવર શીટની પાછળના ભાગે એક ગુપ્ત ખાના બનાવી તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા તરફ જવાનો છે, આ અંગેની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસની ટીમે શહેરા તાલુકા તાડવા નર્સરીની સામે હાઈવે ઉપર નાકાબંધી કરી વોચમાં હતા તે સમય દરમિયાન શહેરા તરફથી બાતમીવાળી ટ્રક આવતા ટ્રકને ઉભી રખાવી ટ્રકના કેબીનમાં ડ્રાઈવર શીટની પાછળના ભાગે પતરું મારેલ ગુપ્ત ખાનામાં જોતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું,જેથી તેની ગણતરી કરતા વિદેશી દારૂની ૧૦૩ પેટીઓમાં ૪૯૪૪ કવાટરિયા જેની કિંમત રૂ.૫ લાખ ૧૯ હજારનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂપિયા ૫ લાખની કિંમતની ટ્રક સહિત કુલ રૂ.૧૦ લાખ ૨૨ હજારના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ગોધરા તાલુકાના ડૉક્ટરના મુવાડાનો રમેશ ઉર્ફે અન્નો ધુળાભાઈ કટારા અને ક્લીનર ગોધરા તાલુકાના ભમૈયા ગામના મુકેશ ઉર્ફે લાલો જશુભાઈ કમોળને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો દાહોદ જીલ્લાના કઠલા ગામના મગનભાઈ વરસીંગભાઈ ડામોરે ભરી આપ્યો હોવાનું અને ગોધરા તાલુકાના ધોળાકુવાના રમેશ ગોરજીભાઈ સંગોડને આપવા જતા હોવાનું જણાવ્યું હતું, જેને લઈને ઝડપાયેલ ટ્રક ચાલક રમેશ કટારા, ક્લીનર મુકેશ કમોળ અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર મગન ડામોર તેમજ દારૂ મંગાવનાર રમેશ ગોરજી સંગોડ આ ચારેય શખ્સો વિરૂદ્ધ પોલીસે પ્રોહીએક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here