બનાસકાંઠા : ‘ગૌ’ ના નામે ચરી ખાનારા નેતાઓ સાવધાન… હવે ગૌ પ્રેમીઓ નહીં છેતરાય…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાખણી મામલતદાર કચેરી આગળ ગૌ પ્રેમીઓ દ્વારા હજારો ગાયો છોડી મૂકવામાં આવી હોવાની વાત વાયુવેગે પ્રસરાઈ રહી છે, સવારથી જ ગૌ પ્રેમીઓ ગાયો લઈને મામલદાર કચેરીએ પહોંચી ગયા હતા.. તેમજ કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્કતા દાખવી બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજ્યના અનેક નગરોમાં ગૌ શાળા દ્વારા ગુજરાત સરકારને આવેદનપત્ર આપી જાણ કરેલ કે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરેલ 500 કરોડ ની સહાય જો આગામી 48 કલાક માં ચુકવવામાં નહિ આવે તો પરમ દિવસે સમગ્ર ગુજરાત ની ગૌશાળાઓ અને પાંજરાપોળ એમનો ગૌ વંશ લાગતી વલગતી નજીકની સરકારી કચેરીઓમાં લાવી પુરી દેશે જેનો નિભાવ અને દેખરેખ કરવાની જવાબદારી જેતે સરકારી ઓફીસ અને ગુજરાત સરકાર ની રહેશે.સાથે સાથે 2022 પહેલા ગુજરાત માં કડક ગૌ હત્યા પ્રતિબંધ માટે કતલખાના સદંતર બંધ કરાવી અને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા બાબતે કેન્દ્ર સરકાર સામે જાહેર માગણી કરે…ગુજરાત સરકાર માણસોને તો વાયદાઓની લોલીપોપ આપતું હતું પણ હવે તો ગૌ માતાને પણ લોલીપોપ આપવાની આ વાત છે એ ગૌ ભક્તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના મૂડ માં નથી સાથે સાથે આગામી વિધાનસભા ચુંટણીઓ માં પણ ગૌ સંચાલકો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આ નકલી હિન્દુ બની ફરતા ભાજપ વાળની પોલ ઉઘાડી કરી પ્રચાર કરશે.

જેને અનુરૂપ આજે વહેલી સવારથી જ લાખાણી સહિતના નગરોમાં ગૌ પ્રેમીઓ ગૌ માતાને લઈને સરકારી કચેરીઓમાં પોહચી ગયા હતા અને કચેરી કમ્પાઉન્ડમાં ગાયોને છોડી મૂકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here