ધાનેરા પો.સ્ટેની નેનાવા ચેક પોસ્ટ ઉપરથી હાથ બનાવટની પિસ્તોલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ. ૧૫૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૧૫૦/- સાથે બે ઇસમોને ઝડપી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને મદદનિશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ આપેલ સુચના અન્વયે પો.ઇન્સ બી.વી.પટેલ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એ.ડી.ઘાસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા તથા અ.પો.કો વિક્રમભાઇ પીરાભાઇ તથા અ.પો.કો ભુરાભાઇ કેવદાભાઇ તથા અ.પો.કો દેવાભાઇ રામજીભાઇ તથા અ.પો.કો પ્રકાશભાઇ લાધાભાઇ વિગેરે પો.સ્ટાફ સાથે ધાનેરા પો.સ્ટેની નેનાવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન હાથ બનાવટની પિસ્તોલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ. ૧૫૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૧૫૦/- ના મુદામાલ સાથે (૧) રાકેશ સ/ઓ મગનારામ સોમારામ જાતે જાટ(સીયાંગ) રહે. જાટો કા વાસ સુરાણી તા. વાલેસર જી.જોધપુર(રાજસ્થાન) તથા (૨) રામરતન સ/ઓ પાંચારામ મુન્નારામ વિશ્નોઇ રહે. ભાટેલાઇ તા. વાલેસર જી.જોધપુર(રાજસ્થાન) વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here