ડભોઇ : કેલનપુર ગેબનશહીદ રોશનશહિદ ખાતે ઉર્ષની પરંપરાગત ઉજવણી કરાશે

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

મુસ્લિમ ધર્મ નો સાતમો મહિનો એટલેકે રજ્જબ નો મહિનો જેમાં મુસ્લિમ ધર્મના કેટલાક અલ્લાહ ના વલીઓના ઉર્શ ઉજવવામાં આવેછે.જેમાં હિંદના રાજા તરીકે ગણાતા હઝરત ખ્વાજા ગરીબ નો ઉર્ષ પણ ઉજવાઇ રહ્યો છે.જેમાં સમગ્ર ભારત દેશ ના હિન્દુ મુસ્લિમ તેમજ દરેક ધર્મ ના શ્રદ્ધાળુઓ અચૂક હાજરી આપે છે.
જ્યારે આ મહિનામાં ડભોઇમાં પણ અલ્લાહ ના વલીઓની ઉર્ષ નિ રંગત જામી છે જેમાં પાંચ બીબી દરગાહ, ગેબન સાહ દરગાહ, માઇસાબ માં,ચોતરિયા પીર,સુખિયા પીર જેવી અન્ય દરગાહના ઉર્ષ નિ ભવ્ય ઉજવણી કરાય છે.

સાથે વડોદરા હાઈવે પર કેલનપુર ખાતે જામ્બા નદી ના કિનારે રોશનશહિદ અને ગેબનશહીદ રે .હ ના મજાર આવેલ છે જયાં રજબ માસ ની ૯ અને ૧૦ અંગ્રેજી તારીખ ફેબ્રુઆરી માસ ની ૧૧ અને ૧૨ શુક્રવાર અને શનિવારે યોજાશે સંદલ કિશાન નગર સૈયદ સોહેલ બાપુ ના નિવાસ સ્થાને થી સાંજે ૫ વાગે નિકળશે અને મગરીબ ની નમાઝ બાદ નિયાઝ રાખેલ છે ઉર્ષ ના બંન્ને દિવસ નિયાઝ નો કાર્યક્રમ હોવાની માહિતી દરગાહ ના ખાદિમ ઈકબાલ જોની અને સૈયદ સોહેલ બાપુ એ સંયુક્ત પણે જણાવેલ છે વધુ માં જણાવેલ કે તમામ જાયરીનો એ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ રાખવુ અનિવાર્ય રહેશે ઉર્ષ ને સફળ બનાવવા આર. જી .કમિટી દિવસ રાત એક કરી મહેનત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here