આંતરરાષ્ટ્રીય યોગ દિને સમીરસિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે “Pro veera Unity Marathon” ની શરૂઆત કરશે

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

મેરેથોન દોડ મા સમીર સિંહ ઍક ખ્યાતનામ દોડવીર તરીકે પ્રખ્યાત

અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંઘ હાલ ગુજરાતના statue of unity ની મુલાકાતે છે. એકતા નગર કેવડીયા ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાનું મોટામાં મોટું statue આવેલું છે. સરદાર સાહેબની વિચારધારાને સમ્માન આપતાં સમીર દ્વારા આવતીકાલ તા. ૨૧/૬/૨૦૨૩ ના રોજ statue of unity થી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે “Proveera Unity Marathon” ની શરૂઆત કરવામાં આવશે. અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંગનો જન્મ મધ્યપ્રદેશના એક ગામડામાં થયો હતો.

દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ મેરેથોન પસાર થશે અને કુલ ૧૦૦૦૦ કિલોમીટર દોડીને statue of unity પરત ફરશે. આ “Proveera Unity Marathon” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે જેમણે ૫૬૨ રજવાડા એક કરી ‘એક ભારત’ બનાવ્યું હતું.
સમીરે રનીંગની શરૂઆત મુંબઈથી કરી હતી.સમીરે ડિસેમ્બર – ૨૦૧૭ માં વાઘાબોર્ડરથી ભારત કે વીર અલ્ટ્રા મેરેથોન અભિયાનની શરૂઆત કરી હતી. આ મેરેથોન દુનિયાની સૌથી મોટી મેરેથોન હતી. આ મેરેથોન ભારતના રાજ્યોમાં પસાર થઈ ૭ મહિના ૬ દિવસમાં ૧૪,૧૫૫ કિલોમીટરની દોડ પૂરી કરી હતી. આ મેરેથોન માટે ભંડોળ આપનાર (સ્પોન્સર) બોલિવૂડના સુપર સ્ટાર અક્ષયકુમાર હતા. આ મેરેથોન એવા તમામ લોકોને સેલ્યુટ કરવા માટે હતી જે લોકો દેશની બોર્ડર પર રહીને (આપણા સૈનિકો) આપણી રક્ષા કરવા માટે શહિદ થયેલા છે.
આવા મહાપુરુષની વિચારધારા સાથે હું “Proveera Unity Marathon” ની શરૂઆત કરીશ. તો આપ સૌ મારી સાથે જોડાઈને જ્યારે હું આપણા શહેરમાં આવું ત્યારે મારો ઉત્સાહ વધારવા પધારજો એવી અપીલ સમીરે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here