એકતાનગર ખાતે યોજાનાર G20 મીટીંગ દ૨મ્યાન બી.એસ.એન એલ. ની સેવાઓ ના ખોરવાય એ માટે ખોદકામ પર પ્રતિબંધ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સંચાર/ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે ખોદકામ (Digging) ક૨વા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું જાહેરનામું

તા.૧૦ મી જુલાઇ થી ૧૨ મી જુલાઇ, ૨૦૨૩ સુધી આ જાહેરનામાની અમલવારી કરવાની રહેશે

આગામી તા.૧૦/૦૭/૨૨૩ થી તા.૧૨/૦૭/૨૨૩ સુધી એકતાનગર(કેવડીયા) ખાતે 3rd Trade & Investment Working Group Meeting of G20 યોજાનાર છે. આ મીટીંગ દરમિયાન બી.એસ.એન.એલ. દ્વારા પુરી પાડવામાં આવનાર સંચાર/ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે SDE, Cntz- West, BSNL Bharuch દ્વારા સંબંધિતોને જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે G20 મીટીંગ દ૨મ્યાન બી.એસ.એન એલ. દ્વારા પુરી પાડવામાં આવના૨ સંચાર/ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે ખોદકામ(Digging) ક૨વા પર પ્રતિબંધ મુકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.

એકતાનગર(કેવડીયા)ખાતે યોજાનાર 3rd Trade & Investment Working Group Meeting of G20 અન્વયે બી.એસ.એન.એલ ના ઓપ્ટિકલ કેબલની ભરૂચ-અંકલેશ્વર-ઝગડીયા- રાજપારડી-રાજપીપળા-કેવડીયા તથા તિલકવાડા-ડભોઇ વડોદરા-ભરૂચ લાઇનોથી પુરી પાડવામાં આવનાર સંચાર ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે તા.૧૦ મી જુલાઇ થી ૧૨ મી જુલાઇ, ૨૦૨૩ સુધી ઉપરોક્ત કેબલ લાઈનના રૂટ પર ખોદકામ (Digging) કરવા પર પ્રતિબંધ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા તા. ૦૭/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here