પ્રવાસનધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત સરકાર અને સ્થાનિક પ્રસાશન દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

આ વખતે વિશ્વ પર્યટન દિવસની થીમ છે “ટ્રાવેલ ઓફ લાઈફ “

કોરોના પીરિયડ પછી ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ફરી ઝડપથી વધી રહી છે. ભારત સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થામાં પર્યટન ક્ષેત્રનો મોટો ફાળો છે. આ ક્ષેત્રના મહત્વ અને તેની સાથે જોડાયેલા લોકોના યોગદાનને યાદ કરવા માટે હોય છે આ વખતે વિશ્વ પર્યટન દિવસની થીમ છે “ટ્રાવેલ ઓફ લાઈફ ” . આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડે સફાઈ અભિયાન થી પણ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરમાં પર્યટન વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં લોકોમાં પરસ્પર સમજણ વધારવામાં મદદ કરી શકે છે. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પ્રવાસન દિવસ નિમિતે આજે 27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પર્યટક દિવસ નિમિત્તે ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા ભારત ભરના 108 પર્યટન સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજાયું જે અન્વયે નર્મદા જિલ્લાના પ્રવાસનધામ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિવિધ પ્રકલ્પો ખાતે ખાતે ભારત સરકાર , સ્થાનિક પ્રસાશન અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રવાસન સ્થળ ની સાફ સફાઈ કરવામાં આવી.તેમજ આ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ ને સ્વછતા રાખવા સપથ લેવડાવવામાં આવ્યા ,અહીંના જંગલ સફારી પાર્ક,બસ સ્ટેન્ડ,અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને વેલીઓફ ફ્લાવર ખાતે સ્વછતા સૈનિકોઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આપણા પર્યટન સ્થળો એ આપણી સંસ્કૃતિની ધરોહર છે, તેમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. આ પર્યટન સ્થળો એ પણ આપણું જ ઘર છે, તેને સ્વચ્છ રાખવાની આપણી જ જવાબદારી છે, તેવા સંદેશ સાથે આજે સ્થાનિક સફાઈ કર્મી અને કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા કાર્ય કરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે તત્પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here