રાજપીપળા પાસેના લાછરસ ગામે આઠમના જુગાર રમતા કુલ-૧૨ જુગારીયાઓને ઝડપી પાડતી નર્મદા LCB પોલીસ

ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂ.૨,૬૭,૩૧૦/- ના મુદ્દામાલ જપ્ત ત્રણ મુખ્ય આરોપીઓ ફરાર  

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ   

પોલીસે આરોપીઓ સહિત રુપિયા રૂ.૨,૬૭,૩૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો તેની તસ્વીર

વડોદરા વિભાગના પોલીસ આઇ જી.એચ.એન. પટેલ તથા  હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની સુુચના અને નર્મદા પોલીસનેે આપતાએ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને રાજપીપળા પાસેના લાછરસ ગામ ખાતે જુગાર રમાતું હોવાની બાતમી મળેલ કે નટવર ચતુુુર વસાવા રહેે લાછરસ નવી નગરી તેના ઘરમાં જુગાર રમાડી રહયો છે. બાતમી આધારે શ્રી એ.એમ.પટેલપોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસમાણસો બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક ઇસમો ટોળુ વળીને પત્તાપાનાનો હાર-જીતનો જુગાર રમી રહ્ન હોય તેઓને ઝડપી પાડયા હતા. જેમાં (1)શૈલેશ  શંકરભાઇ પટેલ રહે. મંદિર ફળીયુ થરી તા.નાંદોદ (2)લરૌશનભાઇ પ્રવિણભાઇ પટેલ રહે રહે. મંદિર ફળીયુ થરી તા.નાંદોદ (3)નઇમ ફકરૂદ્દિન શૈખ રહે. બાવગૌર ટેકરીરાજપીપલા તા.નાંદોદ (૪)કિરણભાઇ જગદિશભાઇ વસાવા રહે. ભર ચરવાડા તા.નાંદોદ (પ)કમલેશભાઇ ચીમનભાઇમાછી રહે. માછીવાડ રાજપીપલા તા.નાંદોદ (૬)નિઝામ ફકરૂદ્દિન શેખ રહે. બાવગૌર ટેકરી રાજપીપલા તા.નાંદોદ (૭)મોઇનભાઇ ઇમામભાઇ ગરાસીયા રહે. બાવગોર ટેકરી રાજપીપલા તા.નાંદોદ (૮)નરસિહભાઇ માધવભાઇ વસાવારહે. દરબાર રોડ રાજપીપલા તા.નાંદોદ (૯)ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ બરકાલા રહે. રાજપુત ફળીયા રાજપીપલા તા.નાંદોદ (૧૦)જયેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ મહરાઉલ રહે. લાલ ટાવર રાજપીપલા તા.નાંદોદ (૧૧)ભાવિકભાઇ વિનોદભાઇદૌશી રહે. દૌલતબજાર રાજપીપલા (૧૨)ગણેશ શના વસાવા રહે. વેલછંડીનાઓને પોલીસે ઝડપી પાડયા હતા. જયારે જુગારના મુખ્ય બુટલેગરો 1)નટવર ચતુર વસાવા રહે. લાછરસ 2)હસન ઉર્ફે ખાન રહે. આમલેથા 3)પ્રવિણ ઉર્ફે નવો વસાવા રહે.નવા વાધપુરાનાઓ ફરાર થઈ ગયા હતા. જેમને ઝડપવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રુપિયા રૂ.૨,૬૭,૩૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here