નાણાં મંત્રી નિર્મલા સીતારમને એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર સાહેબની પ્રતિમાંના નિર્માણ થકી એકતાનગરનો વિકાસ થયો તે પ્રધાનમંત્રી ની દુરદર્શિતાનું પ્રમાણ – શ્રીમતી નિર્મલા સિતારમન

આરોગ્ય વન,મિયાવાકી ફોરેસ્ટ,કેકટસ ગાર્ડન,નર્મદા ડેમ સહિતના પ્રોજેકટની પણ સાથી મંત્રી ઓ સાથે મુલાકત લીધી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, ભારતને એક્તાંતણે જોડનાર સરદાર વલ્લભભાઇ પટેલને હું શ્રદ્ધાંજલી આપુ છુ,સરદાર સાહેબ એક દુરદર્શિતા ધરાવતા મહાન વ્યક્તિ હતા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણ થકી એકતાનગર અને આસપાસના ક્ષેત્રનો વિકસિત કરવાનો વિચાર તેમની દુરદર્શિતાનું ઉત્તમ પ્રમાણ છે જેનાથી સ્થાનિકો માટે રોજગારના નવિન અવસરો પણ પેદા થયા છે.

શ્રીમતી નિર્મલા સિતારમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે શ્રીમતી નિર્મલા સિતારમને પોતાના સાથી મંત્રી ઓ સર્વ ડૉ. ભાગવત કરાડ, પંકજ ચૌધરી સાથે આરોગ્ય વન, કેકટસ ગાર્ડન,મિયાવાકી ફોરેસ્ટ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત બાદ તેઓ એ ખુશી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્ત્રી નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શનમાં આટલા ઓછા સમયમાં એકતાનગરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરનાર તમામને અભિનંદન પાઠવુ છુ. પ્રત્યેક ભારતીય નાગરીકે એકતાનગરની મુલાકાત લેવા આગ્રહ પણ કર્યો હતો.
માનનીય મંત્રીની મુલાકાત દરમ્યાન મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર સર્વ શિવમ બારીયા,અભિશેક સિન્હા અને એન.એફ.વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના પ્રકલ્પોની વિશેષતા વિશે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી અને સ્થાનિકોને રોજગારી બાબતે વાકેફ પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here