નર્મદા જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં ખાસ ખેલમહાકુંભનું આયોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો સ્પર્ધામાં ભાગ લઈ શકશે

ગુજરાત સરકાર ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર નર્મદા તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્વારા સંચાલિત ખાસ ખેલમહાકુંભનુ આયોજન ફેબ્રુઆરી-૨૦૨૪ માસમાં કરવામાં આવનાર છે.

માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ શ્રતિવાળા (Deaf) ભાઇઓ/બહેનોની રમત સ્પર્ધાઓનુ આયોજન શ્રી છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજ, રાજપીપળા ખાતે થનાર છે. આવા રમતવીરો ભાગ લેવા ઇચ્છતા હોય તો જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી તા.૧૨/૦૨/૨૦૨૪ ફોર્મ મેળવી જમા કરાવવાના રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી તરફથી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here