24 કલાકની પોલીસ કસ્ટડી બાદ રિમાન્ડ વિગેરેનો નિર્ણય– નાયબ જિલ્લા પોલીસવડા સરવૈયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આર્મ્સ એક્ટ, ગેરકાયદેસર મંડળી, પૈસા પડાવવા સહિતના ગુનાઓમાં સંડાવાયેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા આજરોજ નાટકિય ઢબે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સ્વેચ્છાએ હાજર થતાં રાજપીપળા ડિવિઝનના નાયબ પોલીસ વડા સરવૈયા એ આ બાબતે જણાવ્યું હતું કે તારીખ 2/11/ 23 ના રોજ ધારાસભ્ય સહિત અન્ય વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ધારાસભ્ય ચેતર વસાવા આજ દિન સુધી પોતાની ધરપકડથી પોતાનો બચાવ કરી નાસ્તા ફરતા હતા, ધારાસભ્ય ચેતર વસાવા સ્વેચ્છાએ પોલીસ સમક્ષ આજરોજ ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થતા 24 કલાક સુધી તેઓની પોલીસ કસ્ટડી માં તપાસ હાથ ધરાશે અને તેઓની પૂછપરછ કરાશે અને પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શું પોલીસ ધારાસભ્ય ચેતન વસાવાનો રિમાન્ડ માંગસે ? એ પ્રશ્નના જવાબમાં નાયબ જિલ્લા પોલીસ વડા સરવૈયાએ જણાવ્યું હતું કે રિમાન્ડ એ તપાસનો વિષય છે હાલ આ બાબતે હું કાંઈ કહી શકું એમ નથી ધારાસભ્ય સામે જે ધારાઓ લગાડાય તે ધારા ઓમાં ધારાસભ્ય છેલ્લા 40 એક દિવસથી ફરાર હોય આજ રોજ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હોવાનો નાયબ જીલ્લા પોલીસ વડા સરવૈયાએ જણાવ્યું હતું. અને રિમાન્ડ વિગેરેનો નિર્ણય 24 કલાકની પોલીસ કસ્ટડી બાદ લેવામાં આવશે નું પણ તેઓએ જણાવ્યું હતું અને જે બનાવ બન્યો છે એ બનાવમાં અત્યાર સુધી ધારાસભ્ય સહિત તેમના પત્ની મળી કુલ સાત આરોપીઓની ધરપકડ પોલીસે કરી હોવાનું પણ પત્રકારો સાથે ના વાર્તાલાપ માં નાયબ જીલ્લા પોલીસ વડા સરવૈયા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here