સિદ્ધપુર : સેફ્ટીના સાધન વગર વિજપોલ પર કામ કરતા આ વ્યક્તિઓના જીવનની કિંમત સમજ્યા વગર તેમને વિજપોલ પર ચઢવાના આદેશ કોણે આપ્યા હશે…!!?

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરના તાવડિયા ચાર રસ્તા થી રેલ્વે અન્ડરબ્રિજ બાયપાસ સુધીના રોડને પહોળો કરવાની ચાલી રહેલી કામગીરી અંતર્ગત અડચણરુપ વિજપોલ અને ડીપી ઓને સ્થળાંતરીત કરવાની હાથ ધરાયેલી કામગીરીમાં યુજીવીસીએલ ની મોટી લાપરવાહી આ તસ્વીરમાં કેદ થવા પામી છે.આ રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ વીજપોલ,ટ્રાન્સફોર્મર હટાવવાની હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન વીજતંત્રની જીવલેણ બેકાળજી સામે આવી હતી.જેમાં વીજ પોલ તેમજ તેના ઉપરથી વાયર હટાવવા માટે પોલ ઉપર ચઢેલા ડ્રેસ અને હેલ્મેટ વગર ના બે કર્મચારી ઓ કોઈ પણ જાતના લાઈફ સેફ્ટી ગાડ્સ વગર પોતાના જીવ ના જોખમે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે.અહીં નવાઈની વાત એ છે કે નીચે ડ્રેસમાં ઉભેલા બે કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું હતું પરંતુ વીજપોલ ઉપર કામ કરતા બે વ્યક્તિઓ પોતાના જીવ જોખમ માં મૂકી કામગીરી કરી રહ્યા હતા ! આ દરમિયાન કોઈ કારણોસર તેઓ નીચે પટકાયા હોત અને કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોની ? એકપણ સેફ્ટી ના સાધન વગર વિજપોલ પણ કામ કરતા આ વ્યક્તિઓના જીવનની કિંમત સમજ્યા વગર તેમને વિજપોલ પર ચઢવાના આદેશ કોણે આપ્યા હશે…? અને જો તેઓ જાતે જ ચઢ્યા હોય તો તેમને આમ કરતા રોકવા માટે કોઈ અધિકારી સ્થળ ઉપર હતા કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here