શુ 22 મીની મધ્યરાત્રીથી પાલનપુર વિભાગની 600 ST બસોના પૈડા થંભી જશે…!!?

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ગુજરાત ST વિભાગના 40000 થી વધુ કર્મચારી ઓ ખાનગીકરણ અને બોનસ,એરિયર્સ,પગાર સહિતના 18 પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છે.પાલનપુર સહિત GSRTC ના 18 ડિવિઝનના કામદારો 16 સપ્ટેમ્બરથી વિવિધ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધવશે જે અંતર્ગત 16 થી 18 સપ્ટેમ્બર સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે તેમજ 20 મીએ તમામ જિલ્લા કલેક્ટરોને સદર માંગણીઓ મુદ્દે આવેદન પત્ર અપાશે તથા 21 અને 22 મીએ રિસેશ સમયમાં સુત્રોચ્ચારો કરાશે તેમ છતાંય તેમન માંગોનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો નાછૂટકે 23 મીએ સ્વયંભૂ માસ સીએલ ઉપર ઉતરવા સુધીના જલદ કાર્યક્રમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC ના 40000 થી વધુ કર્મચારીઓએ પોતાની પગાર,બોનસ,એરિયર્સ, ઓવરટાઈમ,અન્ય એલાઉન્સ સહિતની પડતર 18 માંગો અને ST ના ખાનગીકરણ સામે રાજ્ય સરકાર સામે ધોકો પછાડ્યો છે. જો 22 મી સુધી એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો રાજ્ય વ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું અલ્ટીમેટમ અપાયું છે. ગુજરાત રાજ્ય ST ના કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે ખાનગીકરણ અને પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા તરફ વળ્યા છે. રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય 3 કામદાર યુનિયનની સંકલન સમિતિએ જો 15 સપ્ટેમ્બર સુધી માં ST નું ખાનગીકરણ સહિત 18 મુદ્દાઓનો ઉકેલ નહિ લવાય તો 16મી થી રાજ્ય વ્યાપી દેખાવો અને તબક્કા વાર આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. નિગમ અને સરકાર દ્વારા GSRTC ના ખાનગી કરણના કારણે વિધાર્થી ઓ,વેપારીઓ,મુસાફરો, મહિલાઓ,સિનિયર સિટીઝન સહિતને મળતા લાભો અને કન્સેસન સમાપ્ત થઈ જશે. ગામડા ઓમાં દોડતી લોકલ એસ.ટી.બસોનું નેટવર્ક ખોરવાઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન મળી શકશે નહીં.ખાનગીકરણથી વહીવટમાં પણ મનમાની અને સરકારને જ નુકશાન થશે તેવો ભય વ્યક્ત કરાયો છે.સાથે કર્મચારી ઓના પગાર, તેમજ સાતમા પગારપંચ મુજબ બેઝીક અને ગ્રેડ પે આપવામાં કરાયેલો અન્યાય,ફિક્સ પગારદારોને અપાતું ઓછું વેતન, એરિયર્સ,સેટલમેન્ટ,ટી.એ.,ડી.એ.,ઓવરટાઈમ, આશ્રિતોને નોકરી, સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ છે.પાલનપુર એસટી વિભાગના સંકલન સમિતિ ના અધ્યક્ષ દીપકભાઈ નાયકે જણાવ્યું હતું કે, પાલનપુર વિભાગ ના 600 થી વધુ બસો પૈડાં આગામી 22 મી મધરાત થી થંભી જશે.જો નિગમ અને સરકાર નિવેડો નહિ લાવે તો રાજ્યના 18 ડિવિઝન ના તમામ 40000 થી વધુ કર્મચારી ઓ આંદોલન ઉપર ઉતરશે.22મી સુધી સુત્રોચ્ચારો,કાળીપટ્ટી ધારણ કરી વિરોધ,કલેકટર ને રાજ્ય વ્યાપી આવેદનો આપવા તેમછતાંય કામદારોના હિતમાં નિર્ણય નહિ લેવાઈ તો 23મી થી કર્મચારીઓ રાજ્ય વ્યાપી માસ સીએલ ઉપર ઉતરી જશે.ST કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી સ્વંયભુ માસ CL ઉપર ઉતરતા રાજ્યમાં 8500 બસોના પૈડા થંભી જશે.
ST નિગમના મેનેજમેન્ટના મનસ્વી નિર્ણયો તેમજ કર્મચારીઓને યેનકેન પ્રકારે હેરાનપરેશાન કરી,તેમના કાયદેસરના હકકોથી વંચિત કરાયા હોવાનો આક્ષેપ કરાયો છે.આ ઉપરાંત સતત ભયના ઓથાળ હેઠળ નોકરી કરવા મજબુર કરવામાં આવી રહ્યાં છે,ત્યારે આંદોલન કરવાનો નિર્ધાર કરાયો છે.ત્યારે હાલ તો નિગમ બચાવો-કામદાર બચાવો ના નારા સાથેના આ આંદોલન થશે તેના ભણકારા વાગી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here