શાહરુખ ખાનની દેશભક્તિ પર સવાલ ઉઠાવવુ અરનબ ગોસ્વામીને ભારે પડ્યું, શાહરૂખના ચાહકોએ ટ્વીટર પર ટ્રેન્ડ ચલાવ્યો #देशद्रोहीदल्लाअर्णब

અંગ્રેજ ચેનલના રિપબ્લિક ટીવીના વિવાદાસ્પદ પત્રકાર અને સંસ્થાપક અરનબ ગોસ્વામી સોશ્યલ મીડિયા સાઈટ પર ખુબજ ટ્રોલ થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ પોતાના ટીવી ડિબેટ શો માં શાહરુખાનની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા આના પછી શાહરૂખના ફેન્સ દ્વારા સોશ્યલ મીડિયા સાઇટ પર અરનબ ગોસ્વામીની ખૂબ જ મજાક ઉડાવી છે અને ટ્રોલ કર્યા છે. આમ, અરનબ ગોસ્વામી પર શાહરુખ ખાનના ફેન્સનો એ હદે ગુસ્સો ફૂટી નીકળ્યો કે ટ્વીટર પર શુક્રવારે સવારથી જ ‘#देशद्रोहीदल्लाअर्णब’ કરી રહ્યુ છે.

અસલમાં અરનબ ગોસ્વામી રિપબ્લિક ટીવી પર સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યાને લઈને એક ડિબેટ પર ચર્ચા કરી રહ્યા હતા તે દરમ્યાન હોસ્ટ અરનબે શાહરુખ ખાન પર કથિત આક્ષેપ મુક્યો કે શાહરૂખના આઈએસઆઈ સમર્થક છે અને ટોની આશાહની સાથે વ્યાપારીક સબંધનો આરોપ મુક્યો.

પોતના ટીવી શોમાં ચર્ચા દરમ્યાન અરનબે શાહરુખ પર તીવ્ર હુમલો કરતા કહ્યું કે શાહરુખના વ્યાપારિક સંબંધો સંયુક્ત રાજ્ય આધારિત ટોની આશાઈ જોડે છે જે ISI સમર્થક, જીહાદી સમર્થક છે. જો શાહરૂખના ટોની જોડે વ્યાપારિક સંબંધ ન હોય તો તેનો ખુલાસો કરવો.

અરનબે વધુ સવાલ પૂછતા કહ્યું કર શુ શાહરુખના લીધે ઉચિત છે કે તે આશાહ સાથે વ્યાપરિક સોદા કરે ? શુ અમેરિકા એ વાત સ્વીકાર કરશે કે તેની સાથે કામ કરવાવાળો એક એમેરિકી અભિનેતા અલકાયદા સમર્થક કરે છે ?

અરનબ દ્વારા લગાવેલા આક્ષેપોને ખારીજ કરતું ટોની આશાએ એક બયાન જારી કર્યું અને ISI જોડે સંબધનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ મારું છેલ્લું સ્ટેટમેન્ટ છે જે હું અહીંયા મૂકી રહ્યો છુ, કેટલીક ભારતીય મીડિયા મારી પર આક્ષેપ મુક્યો છે કે હું ISI એજન્ટ, JKLF નો મેમ્બર અને કશ્મીરમાં હિંસા ભડકાઉ છુ, હકીકતમાં મેં ક્યારેય પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈની મુલાકાત લીધી નથી અને કોઈપણ એજન્સી માટે કામ નથી કરતો..

આમ, શાહરુખની દેશભક્તિ પર સવાલ ઉઠાવતા તેના ફેન્સને પસંદ ન આવ્યું અને રિપબ્લિક ટીવીના સંસ્થાપક વિરૂદ્ધ સોશ્યલ મીડિયા પર મોરચો ખોલ્યો અને અરણબને ખરીખોટી સંભળાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here