પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જુના મોકા ગામ અને આજુબાજુના ગ્રામજનોમાં દિવાળી ઉજવવાની હોય તેવો બની રહેલો ધાર્મિક માહોલ

પાટણ,નીતિન વ્યાસ :-

આજ રોજ જુનામાંકા ગામ જે તારીખ 9/ 4 /2024 થી 15/ 4 /2024 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ના આયોજન અનુશંધાને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન.. રસોત્સવ ….સંતવાણી… તેમજ સંત ભંડારો… કથા ના દિવસો દરમિયાન ભોજન પ્રસાદ ..સમગ્ર ગામની ગાયોને ઘાસચારા નું નિરાણ.. કુતરાઓને રોટલા.. અને પક્ષીઓને ચણ ..
આવા સેવાકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન અંતર્ગત બ્રહ્મલીન શ્રી કૌશલાનંદ ગીરીજી મહારાજ ની તપસ્થલી શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ (બાપુ ની ટેકરી) મધ્યે આજ રોજ ધ્વજારોહણ નુ કાર્ય સંપન્ન થયું સૌ પ્રથમ સમસ્ત ગામ ના ગૌધણ ને લીલો ઘાસચારો ત્યાર પછી પધારેલા સંતો મહંતો ના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ શ્રી ગયાપ્રસાદજી શુક્લા મહારાજ (મારૂતી મંડલ ગાંધીધામ)દ્વારા સુંદરકાંડ પાઠ તેમજ અભિજીત મુહર્ત માં ધજા આરોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવા મહંત શ્રી પ.પૂ. બ્રહ્મચારી શ્રી પ્રકાશાનંદજી મહારાજ (શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદીર આશ્રમ આદિપુર) તેમજ પ. પૂ શ્રી રામકરણદાસજી મહારાજ તેમજ હરદેવદાસ મહારાજ તેમજ ગયાપ્રસાદ મહારાજ તેમજ કથા ના મુખ્ય યજમાન શ્રી નારણ ભાઈ પટેલ (NP PATEL) તેમજ શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ના સમસ્ત સેવકગણ તેમજ સમસ્ત જુનામાંકા ગામ સૌ સાથે મળીને આ કાર્ય ના સહભાગી બન્યા હતા. તેમજ સમસ્ત ગ્રામ જનોએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here