પાટણ જિલ્લાના જૂના માંકા શિવ સંગમ સંન્યાસઆશ્રમે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું

પાટણ, નીતિન એલ વ્યાસ :-

આજ આજ રોજ વઢીયાર ધરાની પુણ્યશાળી ભૂમિ ..સ્વામી શ્રી કૌશલાનંદ ગીરી બાપુ ની ભજન ભૂમિ ..અને સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ની જન્મભૂમિ એવા જુના માંકા ગામ તળાવની ટેકરી ઉપર આવેલ શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમસ્વામી મૂર્ખાનંદ બાપુ(1992અયોધ્યા ના કારસેવક)ની ટેકરી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તથા કૌશલાનંદ ગીરી બાપુ નો ભંડારો અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવના આયોજન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે .જે અનુસંધાને સેવક સમુદાયમાં હનુમાનજી મહારાજની ભક્તિ અને શક્તિનું અવતરણ થાય અને સનાતન સંસ્કૃતિ નું પણ જતનથાય તે અનુસંધાને હનુમાન ચાલીસા નું દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્રાંતિકારી અને યુવા સંત પ્રકાશાનંદજી બ્રહ્મચારી જી પંચમુખી હનુમાનજી મંદિર આદિપુર ના મહંત .તેમજ સંતશ્રી વિજય ગીરી મહારાજ .ગરનાળા. વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ અને આજુબાજુ ના ગ્રામ જનો ..ભક્તસમુદાય દ્વારા હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા નું પઠન અને ગુરુદત્ત ધૂન કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here