છોટાઉદેપુર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઝળહળ્યો માહેશ્વરી સમાજનો તારલો, 89.95 ટકા સાથે સમાજનું ગૌરવ વધાર્યુ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

97.52 pr સાથે સાયન્સ સ્ટ્રીમ માં એક થી દસ માં સ્થાન મેળવ્યું

છોટા ઉદેપુર જિલ્લામાં યોજાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષાના પરિણામ આજરોજ તા.9-5-2024 ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં છોટા ઉદેપુર જીલ્લા નું 51.36% પરિણામ આવ્યુ છે. જેમાં છોટા ઉદેપુર કેન્દ્ર નું 54.78% પરિણામ નોંધાયું હતુ. જેમાં છોટા ઉદેપુર નગરનાં માહેશ્વરી સમાજનો તેજસ્વી તારલો મયંક એસ સોની માહેશ્વરી ઝળહળ્યો હતો અને સમાજનું ગૌરવ વધાર્યુ હતું.

છોટા ઉદેપુર નગરની સનરાઈઝ શાળામાં અભ્યાસ કરતો મયંક સોની માહેશ્વરી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા આપી હતી. જેમાં જ્ઞાનપીઠ એકેડમી ના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખંત પૂર્વક મહેનત કરી હતી. અને હાલ ઓલ ઓવર પર્સટાઇલ 89.95% સાથે ઉતીર્ણ થયો હતો. શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ, જ્ઞાન પીઠ એકેડમી ના ટ્રસ્ટી ઓ સહીત માહેશ્વરી સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ઉતીર્ણ થયેલ વિધાર્થી એ ડોકટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here