પાટણ જિલ્લાના જૂનામાંકા ગામે ભાવિક ભક્તો શિષ્યો અને ગ્રામ પિતૃ આત્મા મોક્ષાઅર્થે ભાગવત સપ્તાહ….

પાટણ, નીતિન એલ વ્યાસ :-

આજ રોજ ચૈત્ર નવરાત્રી મહાપર્વ માં તારીખ ૯/૪/૨૦૨૪ ના રોજ વઢિયાર પંથકની ધન્ય ધરામાં સંતો મહંતો ની પુણ્યશાળી ભુમિ શ્રી કૌશલાનંદજીની ભજન ભૂમિ તેમજ પ્રાગદાસબાપુની જન્મ ભૂમિમાં શિવસંગમ સંન્યાસ આશ્રમ મધ્યે આયોજીત શાસ્ત્રી શ્રી વિપુલભાઈ રાજગોર ના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ કૌશલાનંદજી મહારાજ (મૂર્ખા નંદબાપુ) નો ભંડારો અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નુ આજ રોજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જેમના નેજા હેઠળ થઈ રહી છે એવા મહંત શ્રી બ્રહ્મચારી પ્રકાશા નંદજી મહારાજ (શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદીર આદિપુર) વિજયગીરી બાપુ (ગરનાળા) જયદેવ સ્વરૂપ બાપુ (નાયકા) હંસાગીરી માતાજી (મોરબી) તેમજ ડાકોર સંકૃત પાઠશાળાના પ્રધાનાઆચાર્ય ડો.દુર્ગાશંકર ભાઈ તેમજ લાભશંકર રાજગોર (સમી) ગૌભક્ત તેમજ કથાના મુખ્ય યજમાન શ્રી નારણભાઈ પ્રાગદાસ પટેલ (ગોદડિયા પરીવાર ) વિશ્વ હિન્દુ પરિષદ ધર્મચાર્ય વિભાગ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ તેમજ સમસ્ત જૂનામાંકાઅને આજુ બાજુ ગામ ના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા તેમજ વાજતે ગાજતે રામમઢી થી રામમંદીર રાધેકૃષ્ણા મંદીર સિકોતર માતાના મંદિરે શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોષી દ્વારા સ્થાપિત દેવતાઓનુ પુજન અર્ચન કરીને પોથીજી માથે પધરાવી કથા મંડપ માં પધરાવવામાં આવ્યા તેમજ શાસ્ત્રીજી દ્વારા પ્રથમ દીવસે ભાગવતજી નો મહિમા સમજવામાં આવ્યો તેમજ પધારેલ સંતો મહંતો અતિથિઓ એ ભોજન પ્રસાદ લીધો અને ભક્તિમય અને ભાગવતમય વાતાવરણ સર્જાયું હતું અને આનંદ હિ આનંદ ગામમાં સવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here