રાજપીપળા : મણિપુર હિંસા મુદ્દે આદિવાસી એકતા પરિષદ દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મણિપુર મહિલાઓ ઉપર અત્યાચાર ના મામલે આદિવાસી સાંસદો ધારાસભ્યો નું મૌન – ગુજરાત આદિવાસી એક્તા પરિષદ

ડો. શાંતિકાર વસાવા આદિવાસી એકતા પરિષદ ગુજરાત ના આગેવાન ના નેતાઓ ઉપર આકરા પ્રહારો

આદિવાસી નેતાઓ વોટ લેવા માટે આવે ત્યારે તેઓને બંગડીઓ પહેરવાવા નું મહિલાઓને આહવાન

મણિપુરમાં સતત ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે, હિંસક અથડામણો થઈ રહી છે, આગજની અને હત્યાઓ ના બનાવો બની રહ્યાં છે ત્યારે થોડા દિવસ અગાઉ બે મહિલાઓને નગ્ન કરી શારીરિક ત્રાસ આપતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રતયાઘાત જોવા મળી રહ્યા છે , કેન્દ્ર ની ભાજપા સરકાર સામે આદીવાસીઓ મા નારાજગી જોવા મળી રહી છે, ઠેર ઠેર આદિવાસી સમાજ વીરોધ પ્રદર્શન કરી મણીપુર ના બનાવ ને વખોડી રહ્યુ છે ત્યારે આજરોજ રાજપીપળા ખાતે અમાનવીય ઘટનાના વિરૂદ્ધ માં આદિવાસી સમાજ ના આંતરાષ્ટ્રીય સંગઠન આદિવાસી એકતા પરિષદ મહિલા પાંખ ના રાજપીપળા નગરપાલીકા ના સદસ્ય રિચા વસાવા, ડૉ. શાંતિકર વસાવા, નગર પાલિકા ના પુર્વ પ્રમુખ ભરત વસાવા ની આગેવાની માં આદિવાસિઓ એ ભેગા મળી નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મણિપુરમાં બનેલ હિંસાઓ સંદર્ભે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, ઉપરાંત મહિલાઓ સાથે બનેલ અમાનવીય ઘટનાના આરોપીઓ ને સખત સજા થાય મણિપુરમાં ચાલી રહેલ હિંસા બંધ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અગ્રણી ડૉ.શાંતિકર વસાવા એ જણાવ્યું હતું કે મણીપુર ની સમગ્ર ઘટના એ સ્ટેટ્ આયોજીત કાવતરુ છે, આદિવાસીઓ ઉપર છેલ્લા પાંચ હજાર વર્ષોથી અત્યાચારો થતા આવ્યા છે , વિકાસ અને ધર્મના નામે આદિવાસી ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આદિવાસી ભલે ખ્રિસ્તી બન્યો હોય કે હિન્દુ બન્યો હોય પરંતુ એ આદિવાસી અમારો ભાઈ છે, આદિવાસી સમાજ આદિવાસીઓ ઉપર અત્યાચાર ને કદાપિ સાખી નહી લે, નું જણાવી ડો. શાંતિકર વસાવાએ સમગ્ર વિશ્વમાં 9 મી ઓગસ્ટ આદિવાસી વિશ્વ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ 9 મી ઓગસ્ટે મણીપુરની ઘટનાને વખોડવા માટે આદિવાસી સમાજ મૌન ધારણ કરી પ્રતિકાત્મક વિરોધ દર્શાવશે નું જણાવી ડો.શાંતિકર વસાવાએ આદિવાસી સમાજના ધારાસભ્યો ,સંસદસભ્યો અને પંચાયતોમાં ચૂંટાઈ આવેલા જન પ્રતિનિધિઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આદિવાસી નેતાઓએ મણીપુરની ઘટનાના મામલે મૌન ધારણ કર્યું છે !!! નેતાઓએ કોઈ જ કામગીરી કરી નથી કે કોઈપણ જાતનો વિરોધ દર્શાવ્યો નથી અને 95 ટકા જેટલા નેતાઓ પોતાના સ્વાર્થો ખાતર ચૂપચાપ બેઠા છે ત્યારે મહિલાઓને સંબોધી તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ આ આદિવાસી નેતાઓ તમારી પાસે મત લેવા માટે આવે તો આ નેતાઓને બંગડીઓ પહેરાવો નું આહવાન મહીલાઓ ને કર્યુ હતું. અને આદિવાસી નેતા ઓને આડે હાથ લીધા હતા અને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here