કંસે મૃત્યુથી બચવા માટે ઘણા ધમપછડા કર્યા અને પરીક્ષિતે મૃત્યુ કેવી રીતે સુધરે તેવા પ્રયત્ન કર્યા…જુનામાંકા ભાગવતાચાર્ય….

પાટણ, નીતિન એલ વ્યાસ :-

જૂનામાંકા ગામે ચાલી રહેલી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આજે બીજા દિવસે વ્યાસાસન થી કથા વક્તા શ્રી વિપુલ જી શાસ્ત્રી કહ્યું કે અશ્વસ્થામાએ દ્રોપદીના પાંચ પાંચ સંતાનો ની હત્યા કરી નાખી ત્યારે અર્જુન અને ભીમ અશ્વસ્થામાને દ્રોપદી સમક્ષ પાંચ સંતાનોના હત્યારા ને હાજર કરે છે .ત્યારે દ્રોપદી અશ્વસ્થામાને માથાની ચોટી કાપીને માફ કરવા નું કહે છે . સંતો વિષે સમજવામાં આવ્યું કે સંત મનુષ્ય ને સંસાર ના ભય થી મુક્ત કરી શકે છે માનવી ને સંત શરણ પામવાથી તેમજ સંતો અને ગાયમાતા દ્વારા આ ધરા ટકી રહી છે ગાય અને સંતો એ પૃથ્વીનું હરતું ફરતું તીર્થ છે સંતો અને ગૌ માતાનો અલૌકિક મહિમા સરળ ભાષામાં સમજવામાં આવ્યો તેમજ કથા દરમિયાન વિમલાનંદબાપુ (શિવકૃપા આશ્રમ ચાણસ્મા ) રામેશ્વર મુની (રામપર)વઢીયાર નિયડ ઔદિચ્ય બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશ ભાઈ જોષી શેરપુરા તેમજ આજુ બાજુ ના ગ્રામ જનોએ પણ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનગંગા માં લાભ લીધો . તેમજ સૌ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here