
તુર્કીએ આરબ દેશોના મામલામાં દખલગીરી ના કરવી જોઈએ : UAE
દુબઇ(યુ.એ.ઇ.)
તુર્કીના સંરક્ષણ મંત્રી હુલુસી અકારે કતારી ટીવી ચેનલના એક ઇન્ટરવ્યૂમાં યુ.એ.ઇ.ની વિદેશ નીતિને લઈને એક ટિપ્પણી કરી હતી જેની શનિવારના રોજ નિંદા કરતા યુ.એ.ઇના વિદેશ રાજ્ય મંત્રી ડૉ. અનવર ગારગસે જણાવ્યું હતું કે આને તુર્કીની નવી કમ દરજાની કુતનીતિ ગણાવી.
વધુમાં ડૉ. ગારગસે ટ્વીટ કરતા કહ્યું કે, તુર્કીના સંરક્ષણ મંત્રીનું ઉશ્કેરણીજનક નિવેદન તેમના દેશની કુતનીતિક નિષફળતા દર્શાવે છે, સંબંધો ધમકી અને સૂચનાઓથી વ્યવસ્થિત નથી થતા, આવા સમયે વસાહતી ભ્રાંતિની કોઈ આવશ્યકતા નથી તેથી તુર્કી માટે યોગ્ય હશે કે આરબ દેશો(ખાડી દેશોના) આંતરીક મામલામાં દખલગિરી ન કરે.
આમ, તુર્કીના સંરક્ષણ મંત્રી હુલુસી અકારે દાવો કર્યો હતો કે યુ.એ.ઇ. લિબિયામાં દૂષિત કૃત્ય આચરી રહી છે તેના પછી યુ.એ.ઇ.ના વિદેશ રાજ્ય મંત્રી ડૉ.ગારગસનું નિવેદન આવ્યું.