પાટણ જિલ્લાના સમીના સીમાડે પ્રાચીન મોમાઈ માતાજીના મંદિરે યજ્ઞની આહુતિઓ સાદર કરાઈ ..

પાટણ, નીતિનભાઈ વ્યાસ :-

પાટણ જિલ્લાના સમી ગામ ના સીમાડે ધરતી ઢંક થયેલ પ્રાચીન ગામ એટલે ધારાવાણા …જે વર્ષો પહેલા આ ગામે રાજગોર બ્રાહ્મણો. નાડોદા. વઢેર .ડાભી .વાળંદ તેમજ આહિર સમાજના સમુદાય નો વસવાટ હતો .કાળક્રમે કુદરતી તેમજ માનવ સર્જીત આફતો ને કારણે સેંકડો વર્ષો પહેલા સ્થળાંતર થતાં અલગ અલગ ગામે વસવાટ થયો. અને અત્યારે હાલ શુભ પ્રસંગોએ સોનાર બાસ્પા વેડ. દાદર તડાવ .વૌવા. ગાડીવાડા .રાજકોટ .સણવા બહુચરાજી રાધનપુર .તેમજ કચ્છમાંથી પણ સ્થળાંતરિત થયેલ પરીવારો આવેછે ધારાવાણા ગામના ગોઢે ગ્રામ્ય દેવી મોમાઈ માતા ના પ્રાચીન સ્થાનકે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .એમાં યજ્ઞના મુખ્ય યજમાન ધારાવાણીયા રાજગોર પરિવારના પ્રફુલભાઈ રામશંકર રાજગોર તેમજ તેમના પત્ની મૌલિકાબેન યજમાન પદે રહ્યા હતા .તેમજ ધારાવાણીયા પરિવારના પુત્ર ધ્વનિત ની ચોલ્ય ક્રિયા પણ રાખવામાં આવેલ હતી. ગાંધીધામ પંચમુખી હનુમાન તેમજ જૂનામાંકા(હારીજ ) ની જગ્યાના મહંત પ્રકાશાનંદ.ગુજરાત પ્રદેશ ગૌસેવા પ્રશિક્ષણ સેલ ના અધ્યક્ષ લાભુ દાદા. વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા વિભાગ ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ નીતિનભાઈ વ્યાસ. સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે. વઢીયાર નિયડ બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ જોષી. અગ્રગણ્ય ઉદ્યોગપતિ વાસુદેવભાઈ તેમજ વસંતભાઈ .તેજાભાઈ વઢેર. કમાભાઈ સિંધવ .ની આ પ્રસંગે વિષેશ ઉપસ્થિતિ હતી .બહોળી સંખ્યામાં ગ્રામ્ય જનો .સગા સ્નેહીઓ. તેમજ માતાજી માં શ્રદ્ધા ધરાવનાર માઇ ભક્તોએ પણ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો .અને યજ્ઞ ની આહુતિઓ આપી હતી. યજ્ઞના મુખ્ય આચાર્ય જગદીશભાઈ દવે રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here