ગોધરા કલેકટર કચેરી ખાતે રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો અપાયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા હાલ જિલ્લામાં વિવિધ સમૂહ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

જે અન્વયે આજે કલેકટર કચેરી ખાતે મતદાન પ્રેરિત રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો સખી મંડળ અને આંગણવાડી બહેનો દ્વારા પણ રંગોળીનું નિર્માણ કરી મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here