પંચમહાલ ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

૧૮ પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન નિમિત્તે જિલ્લામાં નિમાયેલા ચૂંટણી નિરીક્ષક(ખર્ચ) અધિકારીશ્રી નેહા સહાય(IRS)ને ફાળવવામા આવેલ કાર્યક્ષેત્ર હેઠળના સંવેદનશીલ પોલિંગ બુથોની મુલાકાત લીધી હતી. તેમણે ગોધરા ખાતે તાલુકા પંચાયતમા આવેલ મતદાન મથક, સખી મતદાન મથક,દલુની વાડી પ્રાથમિક શાળા,શારદા મંદિર પ્રાથમિક શાળા, વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળા,તેમજ કાલોલ તાલુકામા કે.કે.હાઇસ્કુલ વેજલપુર,કાનોડ પ્રાથમિક શાળા,દેલોલ પ્રાથમિક શાળા સહિત કાલોલના વિવિધ પોલિંગ બુથ ઉપર જઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here