તુર્કી: અયા સોફિયા મસ્જિદ આજથી નમાઝીઓ માટે ખુલ્લી મુકાઈ.

તુર્કીના રાષ્ટ્રપતિ રઝબ અર્દોગને 10 જુલાઈએ અયા સોફિયા મ્યુઝિયમને ફરીથી મસ્જિદ તરીકે શરૂ કરી જે સ્મારક લગભગ 1500 વર્ષ જુનું છે, ઇ.સ. 1930 ના દાયકાના મધ્યમાં આધુનિક તુર્કીના સ્થાપક રાજનેતા દ્વારા અયા સોફિયા મસ્જિદને મ્યુઝિયમમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું તેને તાજેતરમાં તુર્કીની ટોચની અદાલત દ્વારા તેને ગેરકાયદેસર ઠરાવવામાં આવતા ફરીથી અયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદ તરીકે શરૂ કરવામાં આવી.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવતું અયા સોફિયા મ્યુઝિયમ ઇ.સ. 537 માં બાયઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયનના શાસન દરમિયાન કેથોલિક ચર્ચ તરીકે બનાવવામાં આવ્યુ હતું, પરંતુ 1453 માં કોન્સ્ટેન્ટિનોપલ પર વિજય પછી ઉસ્માન સુલતાન દ્વારા તેને મસ્જિદમાં ફેરવાઈ હતી.

તુર્કીના આધુનિક પ્રજાસત્તાકના સ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કે ઇ.સ. 1934 માં અયા સોફિયા મસ્જિદને મ્યુઝિયમમાં ફેરવી દીધું હતુ.

શુક્રવારે આયા સોફિયાની અંદર સેંકડો ઉપાસકોની હાજરીમાં અર્દોગને કહ્યું કે અયા સોફિયા મસ્જિદને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવું “બહુ મોટી ભૂલ” કરી હતી.

જો કે ટીકાકારોએ એર્દોગનની ટીકા કરતા કહ્યું કે છેલ્લા 17 વર્ષથી સત્તા પર છે, તેમના પર રાષ્ટ્રવાદ આધારિત રાજનીતિ રમવાનો આરોપ લગાવ્યો તથા કોરોનાવાયરસ રોગચાળાને લીધે વૈશ્વિક ઇકોનોમી નબળી પડી છે તેનાથી તુર્કીના નાગરિકોનું ધ્યાન ભટકાવા અરદોગન આવું કરી રહ્યા છે.

અયા સોફિયાએ(અગાઉ મ્યુઝિયમ હતું) ઈસ્તાંબુલ શહેરમાં પથરાયેલું આકર્ષક સ્મારક છે, તે તુર્કીનું સૌથી લોકપ્રિય પર્યટક આકર્ષણોમાંનું એક છે, જેની 2019 માં 37 લાખ પર્યટકોએ મુલાકાત લીધી હતી.

ઇસ્તાંબુલથી પ્રાપ્ત અહેવાલ મુજબ શુક્રવારે લગભગ 1.8 કરોડ લોકો માટે શહેરમાં આજનો દિવસ “ખૂબ મોટો દિવસ” છે.

આજે 24 જુલાઈએ શુક્રવારમાં દિવસે અયા સોફિયા મસ્જિદને ફરીથી ખુલવાના અવસર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ઇસતાંબુલ શહેરના હૃદયસમા એવા પેનીંસુલા એરિયામાં ગઈ રાત્રીથી સઘન સુરક્ષા ઘેરા હેઠળ ફેરવવામાં આવ્યું હતું. તેના માટે આજે ટ્રાફિક પણ આ એરિયામાં પ્રવેશબંધી રહેશે કારણ કે હાગિયા સોફિયાની બહારના વિસ્તારમાં વધારે લોકોની આવવાની અપેક્ષા છે.”

સંયુક્ત રાષ્ટ્રની વારસાગત એજન્સી યુનેસ્કોએ અગાઉ કહ્યું હતું કે તેને તુર્કીના નિર્ણય પર ભારે ખેદ છે કે અયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફરી ફેરવવાના નિર્ણય તુર્કીના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતના પૂર્વ સંવાદ અને વાતચીત કર્યા વિના લેવામાં આવ્યો.

લોકો શુક્રવારની નમાઝ માટે અયા સોફિયા મસ્જિદમાં ભારી સંખ્યામાં આવવાના કારણે સુઘન સુરક્ષા તથા કોરોના વાયરસના રોગચાળાના લીધે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પેહરાવનું પણ નમાઝીઓ દ્વારા પાલન કરવામાં આવ્યું.

અગાઉ તુર્કીએ કહ્યું હતું કે અયા સોફિયા મસ્જિદમાં તમામ ધર્મોના લોકોનું સ્વાગત કરવામાં આવશે અને કોઈપણ જાતની પ્રવેશ ફી હવેથી લેવામાં નહિ આવે.

અયા સોફિયા મસ્જિદના ફરી ખુલવાના મોકા પર તુર્કીના રાષ્ટ્રપતિ રઝબ તૈયબ અરદોગન પણ મસ્જિદમાં હાજર રહ્યા અને ખુબસુરત અંદાજમાં કુરાની તિલાવત કરી તેની સોશ્યલ મીડિયામાં પણ શેર કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here