રામ કૃષ્ણ પરમહંસ જન્મ જયંતિ મહોત્સવ અને ફાગણ સુદ બીજ પાટ પૂજન મહોત્સવમાં સન્માનિત કરાયા….

પાટણ, નીતિન વ્યાસ :-

પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે આવેલ રામદેવજી અલખ લુણા ખાતે સામાજીક સમરસસતા ના દેવ રામદેવજી ના પાટ પૂજન મહોત્સવ .તેમજ રામકૃષ્ણ પરમહંસ જન્મ જયંતી મહોત્સવ ના પ્રેરક મહેન્દ્રભાઈ જય ગુરુ મહારાજ તેમજ .એન . એમ. દવે સાહેબ છે . ભક્તિ ભજન અને ભોજન સભર માહોલમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો .જેના યજમાન અડીયા ગામના હિતેષભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ હતા .આ બન્ને નું સન્માન લોકસાહિત્યકાર બળવંતજી રાજપુતે કર્યું હતું.તેમજ કચ્છ આંબા પુરથી પધારેલા મહેશ ગિરી મહારાજ નું સન્માન દુર્ગેશભાઈ સોલંકી એ કર્યું હતું. ભજનીક અને વ્યવસા એ વકીલ શ્રી સુરેશભાઈ રામાભાઈ ચૌહાણ હાજીપુર વાળા ને તાજેતર માં ભારત સરકારના નોટરી તરીકે નિમણુક થતાં તેમ ને શાલ ઓઢાડી ને સન્માનિત વિશ્વ હિંદુ પરિષદ ના નીતિનભાઈ વ્યાસે કર્યાં હતાં . અત્રે યાદ કરાવવું રહ્યું કે છેલ્લા પચીસ વર્ષ થી અહીં ધુણા ખાતે સામાજીક સમરસતા.અને..લેને કો હરિ નામ દેને કો ટુકડો ભલા …એ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે તેમજ અહીં અંધશ્રદ્ધા નિવારણ તેમજ પંખીને ચણ અને યથાશક્તિ સંત સેવા કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here