નર્મદા જીલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 91.27 ટકા જેટલું ઊંચું પરિણામ જાહેર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ નું ધો 12 નું પરિણામ 69.63 ટકા

ઉચ્ચ પરિણામ આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ફેલાયેલી આનંદની લાગણી

વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં નર્મદા જિલ્લામાં એક પણ વિદ્યાર્થી ઉત્તિર્ણ ના થતાં અચંબો

માર્ચ – 2024 મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ની પરિક્ષા ઓનું નર્મદાનું પરિણામ આજે જાહેર થયું હતું. પરિણામ જાણવા માટે વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં વહેલી સવારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. નર્મદા જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 69.63 ટકા જેટલું પરિણામ જાહેર થયું હતું. જયારે સામાન્ય પ્રવાહનું નર્મદા જીલ્લા નુ પરિણામ 91.27 ટકા જાહેર થયું હતું.

નર્મદાજિલ્લા માં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ નાં કેન્દ્ર વાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્રનું 72.40%આવ્યું હતું જયારે ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 64.01%આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 876 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જે પૈકી A1 ગ્રેડ મા એક પણ વિદ્યાર્થી આવ્યો નથી !!!! તો A2 ગ્રેડ 15 વિદ્યાર્થી , B1 ગ્રેડ 56, B2 ગ્રેડ 132, C1 ગ્રેડ 199,C2 ગ્રેડ 164, D ગ્રેડ 39, E1ગ્રેડ મા 0 , NI ગ્રેડ 270 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

નર્મદા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ગરૂડેશ્વર કેન્દ્રનો સૌથી વધુ પરિણામ જાહેર થયું છે, ધો.12 સામાન્ય પ્રવાહ ના પરિણામ ની કેન્દ્ર મુજબ વાત કરીએ તો રાજપીપલા કેન્દ્ર નું પરિણામ 89.50 ટકા, ડેડીયાપાડા કેન્દ્ર નું પરિણામ 88.15 ટકા, ગરુડેશ્વર કેન્દ્ર નું પરિણામ 97.70 ટકા,
તિલકવાડા કેન્દ્ર નું પરિણામ 96.90 ટકા, સેલંબા કેન્દ્ર નું પરિણામ 87.66 ટકા આવ્યુ છે.

નર્મદા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 3390 વિદ્યાર્થીઓ બેસેલા હતા જે પૈકી A1 ગ્રેડ 3,તો A2 ગ્રેડ 121, B1 ગ્રેડ 575, B2 ગ્રેડ 933 , C1 ગ્રેડ 937 ,C2 ગ્રેડ 475 , D ગ્રેડ 49, E1ગ્રેડ 1, NI ગ્રેડ 302 વિદ્યાર્થી ઓ નોંધાતા જિલ્લાનું સરેરાશ પરિણામ 91.27 ટકા જાહેર થયું હતું.

નર્મદા જિલ્લા મા બંને પ્રવાહ નું સારુ પરિણામ આવતાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓ માં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. હવે વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પોતાની આગળની કારકિર્દી કઈ દિશામાં વધારવી તેની મથામણમાં ચર્ચા વિમર્શ કરતા પણ નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here