રાજકોટ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે યુવા સેના ટ્રસ્ટ

રાજકોટ, આરીફ દિવાન (મોરબી) :-

નાતજાતના ભેદભાવ વગર પશુ-પંખી અને માનવ સેવા કાર્ય માં યુવા સેના દ્વારા જરૂરત મંદ ને મળતી હૂંફ

આજની કારમી મોંઘવારી માં પણ માનવતા મરી નથી તેનું ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા યુવા સેના ટ્રસ્ટ જે રાજકોટના વિવિધ વિસ્તારોમાં જરૂરત મંદ માટે હાજરા હજૂર હોય તેમ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી સેવાકીય કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે પશુ-પંખી કે માનવ સેવા ના કાર્યમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારની સેવાકીય કાર્ય કરી જરૂરત મંદ વ્યક્તિઓના આશીર્વાદ પ્રાપ્ત કરી રહી છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી તાજેતરમાં જ કમોસમી વરસાદ ની આગાહી ને સમર્થન મળ્યું હોય તેમ વિવિધ વિસ્તારોમાં અમીછાંટણા સાથે ભારે વરસાદ પડ્યો છે જેના પરિણામે ઠંડીના માહોલમાં ઠંડુગાર વાતાવરણ થયું છે જેથી ઠંડી થી બચવા માટે લોકોને ગરમ કપડા વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે અન્નપૂર્ણા રથ દ્વારા ભૂખ્યાઓને ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે જેમાં સંસ્થા દ્વારા ખીચડી, શાક, લાડુ, ગાંઠિયા તેમજ ખમણ નો પ્રસાદ અવિરત પણે ચાલુ છે તેમજ જરૂરિયાતમંદ પરિવારોને ટિફિન ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ ખર્ચ ને પહોંચી વળવા આપ મીડિયા દ્વારા આ પ્રેસનોટ પ્રસિદ્ધ કરી સંસ્થા વધુ ને વધુ લોકો સુધી અન્નદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક કરી વધુ ને વધુ ભોજન પ્રસાદ નો લાભ લે એવો સંસ્થા નો હેતુ સંસ્થાનો રહ્યો છે તેમ એક યાદીમાં સંસ્થાના પ્રમુખ પ્રદયુમન સિંહ ઝાલા યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે જે તેના વિવિધ કાર્યક્રમોની તસવીર માં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here