ગોધરાથી દ્વારકા ૬૨૫ કિ.મીના અંતરે પાછા પગલે જઈ રહેલ વાલાભાઈ લાખાભાઈ પાલિયા (ચારણ) ને કરણી સેના દ્વારા બગોદરા હાઈવે ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી

રાજકોટ, ચારણ એસ વી (બોડેલી) :-

ગોધરા થી દ્વારકા ૬૨૫ કિલોમીટર સુધી પાછા પગલે જઈ રહેલ વાલાભાઈ ગઢવીને બગોદરા હાઈવે પર કરણી સેના દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી માણસ માત્ર જાત્રા કરે છે, પરંતુ ચારણ હંમેશા કંઈક હટકે કરે છે, આજના દિવસે ફરી એકવાર રાજકોટનાં થોડા ચારણોને આનો અનુભવ મળ્યો. રામેશ્વર, ઓરિસ્સા જગન્નાથજી, રવેચી અને એવા અનેક તિર્થયાત્રા ધામોની યાત્રા કરી ચૂકેલા પંચમહાલ ગોધરા પંથકનાં નસિરપર ના ૬૬ વર્ષીય અડિખમ ચારણ વાલભા પાલિયા… જાણે વર્ષો પહેલા પાલરવભા પાલિયાએ પોતાના જીવનમાં શબ્દયાત્રા થકી પરમતત્વની પ્રાર્થના કરી અનેક દોહા છંદ કવિતો રચી ભકત કવિ પાલરવભા પાલિયાએ ચારણત્વ ઉજાગર કર્યુ હતુ તેજ બાંધાના કદાચ ફરી અવતાર ધરી કદાચ પગપાળા યાત્રા કરવા નિકળે એ સ્વાભાવિક છે, પરંતુ પગપાળાયાત્રા આ ઉંમરે એકલા અને કોઈ અપેક્ષાવગર ચારણત્વના સંસ્કાર જ કરે. પરંતુ અહીં વાત પગપાળા યાત્રાની નહીં છેક ગોધરાથી ઉલટા પગે દ્વારકાધિશના દર્શને પગપાળા જવાનો સંકલ્પ મા રવેચીની આજ્ઞા લઈ આગળ વધતા પૂરો કરે તે પહેલા એટલે કે, ગોધરા પંચમહાલથી ઉલટા પગે છેક દ્વારકાધિશજીનાં દર્શનનો સંકલ્પ લઈને નિકળેલા વાલભાએ અધવચ્ચે પહાંચ્યા પછી શ્રધ્ધાનાં શિમાળા વટી, દ્વારકાથી સોમનાથ મહાદેવના દર્શને પણ ઉલટા પગે ચાલીને જવાનું નક્કી કરી નાખ્યું. અને આજે વાલાભાઇની પદયાત્રાએ રાજકોટમાં વિસામો લીધો અને અમને ચારણ તરીકે આવી શ્રધ્ઘામૂર્તિનાં દર્શન કરવાનો અવસર મળ્યો. ચારણ તરીકે ભારત આખાનું કલ્યાણ કરવાના સંકલ્પવાળા આ શ્રધ્ઘાળુ વાલભાએ ખરેખર ચારણ સમાજનાં હરજનસુખાય ના ચારણતત્વનાં ઉજળા સંસ્કારને ઉજાગર કરી બતાવ્યા. આપણે બધા પ્રાર્થના કરીએ કે, જેમ મહાત્મા ઈશરદાસજીના સંકલ્પને સાક્ષાત્કાર સાથે દ્વારકાધિશજીએ સહી કરી હરિરસ હાથોહાથ સ્વીકારી જીવન સફળ કરી દીધુ તેમ આ વાલભા પાલિયાનું જીવન ભક્તિમય રીતે તેમનાં સંકલ્પો સાથે સફળ બનાવે તેવી માતાજીને અને દ્વારકાધિશજીને પ્રાર્થના. અમને ચારણ સમાજને પૂરી શ્રધ્ધા છે દ્વારકાધિશજી ઉપર કારણ કે આ જગતમંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ ડાબા હાથ પર એક આવા જ અડિખમ ચારણ કોલવા ભગત બેઠા છે. જેની વાત કાળીયા ઠાકરે માની ને દેવળ ફેરવ્યુ તેમ આ વાલભા ચારણને ઉલટા પગે દ્વારકાથી સોમનાથ સુધીની યાત્રા પૂર્ણ કરાવી તેમનો સંકલ્પ પૂરો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here