રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની

રાજકોટ, આરીફ દીવાન :-

રાજકોટ ખાતે લાખાજી રાજ રોડ પાસે આવેલ રૂમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓલ માઈટી અંગ્રેજી ગુજરાતી શાળા સ્કૂલ પ્લે હાઉસ કે.જી.થી ધોરણ 10 સુધી ના વિદ્યાર્થીઓને શબ્દોના જ્ઞાન સાથે સાથે રમતગમત અને પરિવારિક સંસ્કારિક શિક્ષણના પાઠ આપવામાં આવે છે ત્યારે રાજકોટમાં કુરેશી રિયાઝ ભાઈ ની દીકરી અરફા બાનુ ધોરણ બે માં ત્રીજા નંબરે સ્થાન પ્રાપ્ત કરી શિલ્ડ ટ્રોફી ઇનામ પ્રાપ્ત કર્યું છે ત્યારે કે.જી. મા પપ્પા પગલી પ્રથમ સ્થાને પ્રથમ નંબર આવેલ સાદીયા બાનું એ શાળા અને મુસ્લિમ કુરેશી સમાજનું ગૌરવ બની છે નોંધનીય છે કે ગત વર્ષે અરફા કુરેશી પ્રથમ સ્થાને રહી શિલ્ડ પ્રાપ્ત કર્યું હતું આ વખતે પણ આત્મા નિર્ભર બની શિક્ષણ ક્ષેત્રે રમત ગમત સહિત વાર્ષિક પરીક્ષામાં લેખિત મૌખિક ત્રીજા સ્થાને રહી શાળા અને સમાજનું ગૌરવ બની છે ત્યારે પ્રથમ કે.જી.માં પ્રથમ પગથિયું ગણાતા કે.જી. માં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ તરફ પ્રથમ સ્થાને સાદીયા કુરેશી વાર્ષિક પરીક્ષામાં લેખિત મૌખિક પ્રથમ સ્થાન મેળવી શાળા અને સમાજનું ગૌરવ બની છે જેથી પિતા રિયાઝ કુરેશી પોતાની દીકરીને દીકરા ની જેમ ઉછેર કરી શિક્ષણ ક્ષેત્રે સફળતાની સીડી બની શિક્ષણ ક્ષેત્રે દીકરીઓને પ્રગતિ તરફ સિંહ ફાળો આપી રહ્યા છે જેથી સમગ્ર મુસ્લિમ કુરેશી સમાજ સહિત શાળાના શિક્ષકો તેજસ્વી વિદ્યાર્થી અરફા બાનુ કુરેશી અને સાદીયાબાનું કુરેશી ને શુભેચ્છા અભિનંદન આશીર્વાદ સાથે પાઠવી રહ્યા છે જે બંને વિદ્યાર્થી શીલ્ડ માર્કશીટ સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here