રાજપીપળાથી વડોદરા તરફ જવાના પોઇચા પુલને તમામ પ્રકારના વાહનો માટે 17 મીથી બંધ કરવામાં આવસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

7મી ના રોજ આવેલ ભુકંપના આંચકાથી નર્મદા નદીના પોઇચા પુલને નુકશાન

રાજપીપળાથી વડોદરા તરફ જવા માટે ગરૂડેશ્વર તિલકવાડા ફરીને જવુ પડસે 30 કી.મી. નો ફેરાવો

નર્મદા નદી ઉપર પોઇચા ખાતે ના પુલ ને આગામી તારીખ 17 મી ફેબ્રુઆરી થી એક મહિના માટે બંધ કરવામાં આવસે ની જાહેરાત કાર્યપાલક ઇજનેર વડોદરા તરફ થી કરવામાં આવતા અને તેની જાણ નર્મદા કલેક્ટર પણ કરવામાં આવતા 17 મીથી પુલ ઉપર થી તમામ પ્રકાર ના વાહનો માટે રસ્તો બંધ કરવામા આવસે.

વડોદરા ખાતે ના માર્ગ મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેરાત કરાઇ છે કે 7 મી ફેબ્રુઆરી ના રોજ આવેલ ભુકંપના આંચકા થી નર્મદા નદી ઉપર બનાવેલ પોઇચા પુલ ને નુકશાન થતા પુલ ઉપર સેટલમેન્ટ નુ કામ કરાવવાનુ હોય રસ્તો તમામ પ્રકાર ના વાહનો માટે બંધ કરવામાં આવસે.

હાલ ભારે વાહનો માટે રસ્તો છેલ્લા બે મહિનાથી બંધ બંધ કરાયો છે જોકે નાના વાહનો આ રસ્તે આ પુલ ઉપર થી અવરજવર કરતાં હતા પરંતુ 7 મી ના રોજ આવેલ ભુકંપના આંચકા થી નર્મદા નદી ઉપર બનાવેલ પોઇચા પુલ ને નુકશાન થતા સેટલમેન્ટ નુ કામ કરાવવાનુ હોય રસ્તો તમામ પ્રકાર ના વાહનો માટે રસ્તો બંધ કરવામા આવસે. હવે રાજપીપળા થી વડોદરા ડભોઇ , સેગવા જવા માટે ગરુડૈશવર તિલકવાડા તરફ થી ફરી ને જવુ પડસે જેથી લોકો ને 30 કી.મી. નો ફેરાવો થસે અને ડીઝલ પેટ્રોલ નો વધુ ખર્ચ ભોગવવો પડસે.અને સમય નો પણ બગાડ થસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here